મુસ્લિમ માતા-પુત્રની ધરપકડ : ભાવનગર સુધી તપાસનો દોર
જામનગરમાં વાઘેર શખ્સે લગ્નની લાલચ આપી સગીરાને રાજકોટ અપહરણ કરી ગયા બાદ આસરો આપનારા રાજકોટના મુસ્લિમ શખ્સે પણ સગીરા સાથે બે વખત બળાત્કાર આચર્યાનું બહાર આવ્યું છે. પોલીસે મુસ્લિમ શખ્સને પકડી પાડયો છે.
શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતા વિશાલ માણેક નામના હિન્દુ વાઘેર શખ્સે પાડોશમાં રહેતી દલિત સગીરાનું અપહરણ કર્યું હતું. દરમ્યાન પોલીસે આરોપી વિશાલને સગીરા સાથે પકડી પાડી બળાત્કારની કલમનો ઉમેરો કરી પાંચ દિવસના રીમાન્ડ પર લીધો હતો.
સગીરાનું અપહરણ કરી રાજકોટમાં માલધારી વાસમાં રહેતા મુસ્લિમ માતા-પુત્રના ઘરે આસરો લીધો હોવાની વાઘેર શખ્સની કબુલાતના આધારે પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં રાજકોટના રોશનબેન અહમદ ધાંચી અને તેના પુત્ર ફિરોઝને આંતરી લઇ પોલીસે પુછપરછ કરી હતી.
જેમાં દોઢ મહિનાના ગાળામાં ફિરોઝે સગીરા પર બે વખત બળાત્કાર ગુજાર્યાની કબુલાત કરી હતી. પોલીસે મુસ્લિમ શખ્સ સામે પણ બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. આરોપી વિશાલે ભાવનગરમાં પણ આસરો લીધો હોવાનું સામે આવતા પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી.