મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી હોવાના બહાના તળે કર્મચારીઓ અને પેન્શનરોને એરિયર્સ ચુકવાતુ નથી. ત્યારે દિવાળીના તહેવાર પૂર્વે પેન્શનરોને બાકી એરિયર્સની રકમ ચુકવવા માંગણી કરેલ છે.
ગામ આખામાં ભલે દીવાળીના તહેવારોને વધાવવા લોકો થનગનતા હોય પરંતુ મહાપાલિકાના પેન્શનરોને એરિયર્સ નહીં ચુકવાતા દીવાળી બગડવાની ભીતિ ફેલાઈ છે.
જેથી કોર્પોરેશનના પેન્શનરોને અને ફેમીલી પેન્શનરોને દીવાળી તેમજ દશેરાના તહેવારો નજીક જ હોવાથી છઠા પગારપંચના એરીયર્સ પૈકી રૂ.૧૦ હજાર ચુકવવા અને બાકી રહેતા ૬ ટકા મોંઘવારીના એરીયર્સની રકમ ચુકવવા અંગે માંગણી કરેલ છે તેમજ પ્રતિમાસ અપાતી પેન્શનની રકમ પણ દીવાળી પહેલા આપવા કમિશનરને પેન્શનર મંડળે રજુઆત કરી છે.