Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Bhavnagar City
 

મહાપાલિકા દ્વારા ઘરે-ઘરેથી ટ્રેક્ટર દ્વારા કચરો એકઠો કરશે

 
Source: Bhaskar News, Bhavnagar   |   Last Updated 4:06 AM [IST](26/08/2010)
 
 
 
 
 
મહાનગરપાલિકા દ્વારા ઘરે-ઘરેથી કચરો એકત્રીત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે માટે ખાનગી કોન્ટ્રાક્ટરોને જવાબદારી સોંપી ઘરદીઠ યુઝર્સ ચાર્જ પેટે માસિક R ૧૫ વસુલવાની મહાપાલિકાએ મંજુરી આપી હતી. પરંતુ તત્કાલિન સમયે અનેક વિસ્તારોમાંથી યુઝર્સ ચાર્જનો વિરોધ કરાયો હતો.

ઘરે કચરો લેવા આવતા ટ્રેક્ટરવાળાને પંદર રૂપિયા આપવા કરતાં જાહેરમાં નિયત સ્થળે કચરો ફેંકવો પ્રજાને વ્યાજબી લાગતો હતો. ધીરે-ધીરે ઘરેથી એકત્રિત કરતાં કચરાની કામગીરી મંદ પડી ગઈ. શહેરભરમાં જે ૨૮ ટ્રેક્ટરથી કચરો એકત્રિત કરાતો હતો. તે ઘટીને હાલમાં માત્ર બે-ત્રણ ટ્રેક્ટર જ શરૂ છે.

પરંતુ પ્રજાએ નહીં સ્વિકારેલા યુઝર્સ ચાર્જ સંદર્ભે તંત્રવાહકોએ પણ વિચારણા કરી ટૂંક સમયમાં જ ખુદ મહાનગરપાલિકા દ્વારા ઘરે-ઘરે ટ્રેક્ટરથી કોઈપણ ચાર્જ વગર કચરો એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. મહાપાલિકા દ્વારા શહેરમાં ઘરે-ઘરે એકાતરે ૧૬ ટ્રેક્ટરો દ્વારા કચરો એકઠો કરવામાં આવશે. જે માટે ટેન્ડર પણ બહાર પડી ગયા છે.

ઘન કચરાના નિકાલ માટે પણ ૧૬ ટ્રેક્ટર કામે લગાડાશે

શહેરના તમામ વિસ્તારોમાં જાહેરમાં નિયત પોઈન્ટ પર પડેલ કચરાને નારી ખાતે ઘનકચરાના નિકાલ માટે બનાવેલા પ્લાન્ટમાં ઠાલવવા ૧૬ ટ્રેક્ટરોનો પણ કોન્ટ્રાક્ટર આપવાની પ્રક્રિયા શરૂ છે. જેમાં એક ટ્રેક્ટરના ત્રણ ફેરા અને ૨ ટન વજન ભરવું તેમજ ૧૨ કલાક ટ્રેક્ટર ચલાવવાની શરતો મુકવામાં આવી છે. R ૨૪,૫૦૦ના કોન્ટ્રાક્ટર મુજબ એક ટનના R ૧૩૦ના ખર્ચનો અંદાજ મંડાય છે જ્યારે પાંચ વર્ષ પૂર્વે ટન દીઠ R ૩૬૫નો ખર્ચ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કરવામાં આવતો હતો.



 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.