કિંગફિશર એરલાઇન્સ દ્વારા લો-કોસ્ટ ફ્લાઇટ બંધ કરવા તથા બપોરના બદલે સવારનો સમય કરવા માટે હિલચાલ
નવા વર્ષમાં ભાવનગરના મુસાફરોએ વધારે વિમાની ભાડું ચૂકવવું પડે તેવા સંજોગો ઉભા થવા પામ્યા છે. કિંગફિશર એરલાઇન્સ દ્વારા તેની લો-કોસ્ટ વિમાની સેવા બંધ કરી તેના સ્થાને દેશભરમાં સવeત્ર ફુલ સવિeસ એરલાઇન્સ શરૂ કરવાની હોય મોટા ભાગે ૧લી જાન્યુઆરીથી ભાવનગરમાં આ ફેરફાર અમલમાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત આ ફલાઇટ બપોરના બદલે સવારની કરવા પણ હિલચાલ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. જેના કારણે એક જ દિવસમાં મુંબઇથી ભાવનગર પરત નહી આવી શકાય.
કિંગફિશર એરલાઇન્સ દ્વારા હાલ લો-કોસ્ટ એટલે કે ઓછા ભાડાની તથા ફુલ સર્વિસ એટલે કે વધુ ભાડાવાળી એમ બે પ્રકારની વિમાની સેવા ચાલી રહી છે.જેમાં ભાવનગર લો-કોસ્ટ વિમાની સેવા આવી રહી છે કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યાએ ટૂંક સમયમાં આ ઓછા ભાડાવાળી સેવા બંધ કરવાનું એલાન કરતા તે અંગે હિલચાલ હાથ ધરાઇ હોવાનું જાણવા મળેલ છે. હાલમાં આ વિમાની સેવાનું ભાડું રૂ ૨૭૦૦થી ૧૦૦૦૦ સુધીનું છે. જે વધી જવા પામશે.
આ ઉપરાંત કિંગફિશરનું પ્લેન હાલ બપોરના ૩ કલાક આસપાસ આવે છે, તેના સ્થાને નવા વર્ષમાં આ ફલાઇટનો સમય ફેરવવા માટે પણ વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળેલ છે. બપોરના બદલે સવારે ૧૧ આસપાસ સમય ફેરવવાની વકી છે. જેના કારણે સવારે જેટ એરવેઝની ફલાઇટમાં મુંબઇ જઇ ત્યાં કામ પતાવી બપોરની કિંગફિશરની ફલાઇટમાં ભાવનગર પરત ફરી જનાર માટે તે શક્ય નહી બની શકે. આ રીતે જનારને ફરજિયાતપણે રાત્રિ રોકાણ કરવું પડશે. જેથી ભાવનગરના વિમાની મુસાફરોને તકલીફ પડશે. આ અંગે કિંગફિશર એરલાઇન્સ દ્વારા ફેરવિચારણા કરાય તેવી માંગ ઉઠી છે.
જેટના સમયમાં પણ ફેરફાર
ભાવનગરથી જેટ એરવેઝની ફલાઇટ અગાઉ સવારે ૯ કલાકે ઉપડતી હતી, તેમાં ફેરફાર કરી હવે તેને એક કલાક મોડી ૧૦-૧૦ કલાકે ઉપાડવામાં આવી રહી છે. આગામી ૨૪ માર્ચ સુધી આ સમય રહેવા સંભાવના છે. અલબત, મુંબઇથી પ્લેન તેના અગાઉના નિધૉરિત સમય એટલે કે સવારે ૭-૦૫ કલાકે જ ઉપડશે. ભાવનગરમાં હવે તે અગાઉના અર્ધા કલાકના સ્થાને દોઢ કલાક રોકાણ કરશે.