જૂનાગઢ સીવીલ હોસ્પિટલમાં ગઇકાલે સ્વાઇન ફ્લુ વોર્ડમાં દાખલ થયેલી વેરાવળ પંથકની એક મહિલાનું આજે મોત થયું છે. તેણીનો સ્વાઇન ફ્લુ રીપોર્ટ પોઝીટીવ આવ્યાનું હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું હતું.
વેરાવળ પંથકની જયોતિબેન નામની મહિલાને ગઇકાલે જૂનાગઢ સીવીલનાં સ્વાઇન ફ્લુ વોર્ડમાં સારવાર માટે દાખલ કરાઇ હતી. તેણીનાં લોહીનાં નમુના રાજકોટ પરિક્ષણ માટે મોકલાયા હતા.
દરમ્યાન આજે રીપોર્ટ આવે એ પહેલાં જ તેણીનું મૃત્યું થયું હતું. તેણીનો સ્વાઇન ફ્લુ રીપોર્ટ બાદમાં પોઝીટીવ આવતાં તેણીની અંતિમ ક્રિયા પણ હોસ્પિટલ સતાવાળાઓ દ્વારા કરાઇ હતી.
અત્યાર સુધી શિયાળા તથા ચોમાસાની ચાલુ સિઝન દરમિયાન ૨૪નાં મોત થયા છે. આજે વધુ એક મહિલાનું સ્વાઇન ફ્લુથી મોત નપિજતાં સોરઠભરમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા સત્વરે પગલા લેવાય તેવી માંગ ઉઠી છે.