Advertisement
Home >> Saurashtra >> Latest News >> Surendranagar >> Modi Answered To Rahul Gandhi

મોદીએ આગવી સહેલીમાં 'બાબા'ને આપ્યો સણસણતો જવાબ

Bhaskar News, Surendrangar | Dec 11, 2012, 22:18PM IST
 
 


- પિતાની મોબાઇલ ક્રાંતિની રાહુલ બાબાની વાતનો મુખ્યમંત્રીએ આપ્યો સણસણતો જવાબ

- આગામી દશકો ઝાલાવાડની જાહોજલાલીનો હશે

- ચૂંટણીપ્રચાર અર્થે સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રામાં મુખ્યમંત્રીએ જાહેર સભા ગજવી હતી.




ઝાલાવાડની શેરી-શેરીઓમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા ખાતે મુખ્યમંત્રી મોદીની યોજાયેલી જાહેરસભામાં રાહુલ ગાંધીની મોબાઇલ ક્રાંતિની વાતનો સણસણતો જવાબ આપતા મોદીએ જણાવ્યું કે, ‘‘રાહુલ બાબા દેશની જનતાને રોટલો જોઇએ છે, મોબાઇલ નહીં’’.ઝાલાવાડની તરસ છીપાવવા માટે નર્મદાનાં નીર લાવવાનું વચન પાળ્યું હોવાનું જણાવી ભાજપના પાંચેય કમળ ગાંધીનગર પહોંચાડવા અપીલ કરી હતી.



સુરેન્દ્રનગર જિલ્લામાં વચલી ફાટક પાસે મુખ્યમંત્રીની જાહેર સભા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઊમટી પડી હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની આગવી શૈલીમાં ઝાલાવાડમાં થયેલા વિકાસની વાત કરી હતી. સાથે કોંગ્રેસ પર વળતો પ્રહાર કરવાનું ચૂક્યા ન હતા. કોંગ્રેસને કાળા ધોળા કર્યા સિવાય કશું કરી શકી નથી. એક તરફ દેશમાં લાખો પરિવારને પેટનો ખાડો પૂરવાના સાંસા છે ત્યારે રાહુલ બાબા મોબાઇલ આપ્યાના ગાણા ગાય છે.



પરંતુ રાહુલ બાબા તેમને મોબાઇલની નહીં પરંતુ રોટલાની જરૂર છે.આટલે થી ન અટકતા મોદીએ કોંગ્રેસના કૌભાંડો ગણાવી કહ્યું હતું કે, મારે કાંઇ ભેગું કરવું નથી. મારી આગળ-પાછળ કોઇ નથી.હું તો ફક્કડ ગીરધારી છું. આપના માટે જ જીવું છું. વિકાસની વાત કરતા મોદીએ વધુમાં જણાવ્યું કે, હિન્દુસ્તાનમાં ટેક્સટાઇલનું વડુ મથક ગુજરાતમાં હશે. જેનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળવાનો છે. આગામી દસકો સુરેન્દ્રનગર જિલ્લાની જાહોજલાલીનો હશે.માટે સમજી વિચારી મતદાન કરી વઢવાણમાં વર્ષાબેન દોશીને વિજયી બનાવવા તેઓએ અપીલ કરી હતી. તસવીર મુકેશ પરીખ, મનોહરસિંહ રાણા



(વધુ સ્ટોરી વાંચવા માટે આગળ ક્લિક કરો)

 
 
 

Your Opinion
 
 
Code:
9 + 7

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment