કેન્દ્ર સરકારે બક્ષીપંચનાં અનામત ૨૭ ટકામાંથી ૪.પ ટકા અનામત લઘુમતીઓને અપાશે તેમ જાહેરાત કરી છે. હાલ બક્ષીપંચમાં ૧૪પ જ્ઞાતિમાંથી ૩૧ જ્ઞાતિઓ મુસ્લિમ સમાજની છે. જ્યારે લઘુમતી સમાજમાં મુસ્લિમો સિવાઇ શીખ, ખ્રીસ્તી, પારસી, બૌદ્ધ અને જૈન સમાજ જેવી શિક્ષિત જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. આ જ્ઞાતિઓ બક્ષપંચમાં આવતી ન હોય પરંતુ આ નિર્ણયથી આ તમામ જ્ઞાતિઓ પણ બક્ષીપંચની યાદીમાં આપોઆપ આવી જશે બક્ષીપંચમાં સમાજની પછાત અને અશિક્ષિત ૩૧ જ્ઞાતિઓને નુકશાન થશે લઘુમતીઓમાં મુસ્લિમ સીવાય અન્ય જ્ઞાતિઓ વધુ શિક્ષિત હોવાથી ૪.પ ટકાનો લાભ મુસ્લિમોને મળશે નહી તેમ જિલ્લા લઘુમતી મોરચાનાં મહામંત્રી હુસેન દલે જણાવ્યુ છે.