Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Junagadh
 

વડવિયાળા સહ. મંડળીમાં લાખોનો ગોટાળો

 
Source: Bhaskar News, Una   |   Last Updated 2:07 AM [IST](21/10/2011)
 
 
 
 
Advertisement
 
સહકારી ક્ષેત્રે ગામની આ મંડળીમાં છેલ્લા ૪ વર્ષથી ચાલતા આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર કોણ ?

ઊનાનાં તાલુકાનાં વડવિયાળાની સેવા સહકારી મંડળીમાં છેલ્લા ચાર વર્ષથી કૌભાંડ ચાલતુ હોય આ લાખોનું કૌભાંડ આચરનારા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. અત્રે નોંધનીય એ છે કે, જિલ્લા સહકારી બેન્ક દ્વારા ઓડીટ પેરામાં ૨૬ જેટલાં મહત્વના મુદ્દા ટાંક્યા હોવા છતાં ગમે તે કારણોસર આ કૌભાંડના મુખ્ય ભેજા બાજ વિરૂધ્ધ કાર્યવાહી ન થતી હોવાની રાવ ઉઠી છે.

મંડળીના આધારભુત સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ વડવિયાળા સેવા સહકારી મંડળીમાં છેલ્લા ચાર વર્ષથી ગોટાળો ચાલી રહ્યો હોય આ આંકડો લાખો રૂપિયાએ પહોંચી ગયો છે. મંડળીનાં મંત્રી તરીકે ફરજ બજાવતા દિપક કે. જોષી ઉપર કમિટીના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે મંડળીમાંથી ખેડૂતોને નિયમિત ધીરાણ મળતું નથી અને કૌભાંડ બાબતે પુછવામાં આવે ત્યારે મૌન ધારણ કરી લે છે. તેમજ મંડળીનું હિસાબી અને અન્ય સાહિત્ય મંત્રી પોતાના ઘરે લઇ જાય છે.

જ્યારે ઘણું સાહિત્ય ગુમ થયુ હોવાનું પણ ગ્રામજનો અને મંડળીનાં સભાસદોએ જણાવ્યું હતું. મંડળીનાં વર્તમાન પ્રમુખ જીવરાજભાઇ દોમડીયાએ તા. ૩૦ સપ્ટેમ્બરનાં રોજ મંડળીનાં રજીસ્ટ્રારને રજૂઆત કરી હતી કે વડવિયાળા સેવા સહકારી મંડળીની તા. ૨૮ સપ્ટેમ્બરે મળેલી ખાસ સાધારણ સભામાં થયેલા ઠરાવ મુજબ મંડળીમાં વર્ષ ૨૦૦૪/૦૫ થી ૨૦૦૯/૧૦ થી મોટી નાણાકીય ગોલમાલ કે ભુલ થવા પામી છે. તેમજ તે સમયગાળા દરમિયાન થયેલુ ઓડીટ શંકાસ્પદ છે. જેથી વર્ષ ૨૦૦૯/૧૦ સુધીનાં ૬ વર્ષનું ઓડીટ ફરીથી કરાવવાની માંગણી પણ કરી છે અને આજે મંત્રી પાસે રહેલુ સાહિત્ય જવાબદારોને પરત કરવાની નોટીસ પણ આપી છે.

તેમજ આ મંડળીનાં બેકીગ વ્યવહાર જૂનાગઢ જિલ્લા સહકારી બેંક, ગીરગઢડા બ્રાંચમાં થતો હોય આ બ્રાંચ મેનેજરે તા. ૧૨ સપ્ટેમ્બરે વડવિયાળા સહકારી મંડળીનાં સાહિત્યની તપાસ કરી ૨૬ ક્ષતિગ્રસ્ત મુદ્દા હોવાનું પ્રમુખ અને કમિટી મેમ્બર્સ ને જાણ કરી હતી.

ત્યારે આ લાખો રૂપિયાનું કૌભાંડ આચરનાર મુખ્ય ભેજાબાજ વિરૂધ્ધ કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી સહકારી મંડળીઓનો વહિવટ પારદર્શક હોવાનું કહી સહકારી ક્ષેત્રના માધાતાઓ ઢોલ પીટી રહ્યાં છે ત્યારે ઊના તાલુકાના વડિવીયાળાની સેવા સહકારી મંડળીમાં છેલ્લાં ચાર વર્ષથી ચાલતું લાખોનું કૌભાંડ આચરનાર સામે કાર્યવાહી થતી ન હોવાની પણ વાત પ્રકાશમાં આવી છે.

જો આ મુદ્દે ઉચ્ચ કક્ષાએ થી તપાસ આવે તો અત્યાર સુધી ભીનુ સંકાયેલુ પ્રકરણ બહાર આવે તેમ છે.

સાહિત્યમાં ગોટાળા

બ્રાંચ મેનેજરનાં ધ્યાનમાં આવેલા સાહિત્ય ગોટાળામાં સભાસદોને શેર સર્ટી. આપ્યા નથી. ઓફિસમાં મંડળીનું રેકર્ડ વ્યવસ્થિત રખાતું ન હોય જોઇએ ત્યારે મળતું નથી. મંડળીનો ડેડ સ્ટોક રજીસ્ટર્ડ જોવા મળ્યો નથી. મંડળીમાં બેંકના ચાલુ / બચત ખાતાની પાસબુક રખાતી નથી. પાસબુકમાં રોજે રોજ એન્ટ્રીની સુચનાનો અમલ થયો નથી.

રૂ. ૧૨ લાખથી વધુનો તફાવત

બ્રાંચ મેનેજરની તપાસમાં મુદ્દા નં. ૧૬ માં જાણવા મળતી વિગત મુજબ વિભાગ અને હેડ ઓફિસ વચ્ચે R ૧૨,૨૬,૨૧૨.૭૨ રૂપિયાનો તફાવત જણાયો હતો. જ્યારે તા. ૨૨/૨/૨૦૧૦ નાં R ૬૩ હજાર બેંકનું કાઉન્ટર છે. પરંતુ રોજમેળમાં એન્ટ્રી નથી.

એન્ટ્રી કરી પણ વાઉચર ક્યાં ?

ક્ષતિગ્રસ્ત ૨૬ મુદ્દા પૈકીનાં ૨૪માં મુદ્દાનાં ૨૧ નંબરનાં મુદ્દામાં નોંધ્યું છે કે પગાર વાઉચર ખર્ચ, મુસાફરી ખર્ચ, અનામત થાપણ, ભાડા - મજૂરીની લાખો રૂપિયાની રકમની એન્ટ્રી થઇ છે. પરંતુ તમામનાં વાઉચર તપાસમાં બેંકના અધિકારીને જોવા મળ્યા નથી.

મંત્રીમાં આવડત નથી

બ્રાંચ મેનેજરે ૨૬ નંબરનાં અંતિમ મુદ્દામાં જણાવ્યું હતું કે, મંડળીનાં મંત્રી દિપક કે. જોષીને કોઇ કામકાજ આવડતુ નથી. મોટાભાગનું રેકર્ડ અન્ય પાસે તૈયાર કરાવે છે. તપાસણી દરમિયાન રેકર્ડ પણ વ્યવસ્થિત રાખ્યું નથી. આ અંગે વ્યવસ્થાપક કમિટીને લેખિત અને મૌખિક જાણ કરી હોવા છતાં યોગ્ય કાર્યવાહી થઇ નથી.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.