શહેરના પિરછલ્લા શેરીમાં ગોપાલ ચેમ્બર ખાતેની મે સાંઈનાથ ટ્રેડીંગ કંપનીના નામે રૂપિયા ૧૨.૩૫ કરોડના વ્યવહારોમાં મોટાભાગની ખરીદી બોગસ હોવાનું બહાર આવતા વેટ ખાતાએ નોટિસ ફટકારી હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્તવિગત મુજબ મે. સાંઈનાથ ટ્રેડીંગ કંપનીના પ્રોપરાઈટર કૌશિક ગુણવંતરાય મહેતાને વેટ કચેરીમાંથી ટીન નંબર ૨૪૧૪૦૫૦૩૬૮૨ અપાયો હતો. પરંતુ જેન્યુઈન વેપારના બદલે રાતોરાત લાખોપતિ બનવાના સ્વપ્નો જોવાનું શરૂ કર્યું હોય તેમ સને ૨૦૦૬-૦૭માં જ રૂપિયા ૧૨.૩૫ કરોડના વ્યવહારો કર્યા હોવાનું બહાર આવ્યું છે.
પરંતુ આ દરેક વ્યવહારોમાં ખરીદી બોગસ કરાઈ છે. જેમાં સુરતની અગ્રવાલ બ્રધર્સ, હરશિ ટ્રેડીંગ, ગોહેલ બ્રધર્સ, અગ્રેસન સેલ્સ, વૃક્ષભ એન્ટરપ્રાઈઝ તેમજ અમદાવાદની વિકાસ ઈન્ટરનેશનલ, આર.કે. કોર્પોરેશન અને ભાવનગરની મે. ઠક્કર ટ્રેડલિંગ, અંબિકા સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝમાંથી બોગસ ખરીદી કરી હતી. વેતતંત્રએ નોટિસ ફટકારી સાહિત્ય રજુ કરવા તાકિદ કરી છે.