સૌરાષ્ટ્ર સમાચારની દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વાર્ષિક ગ્રાહકો માટે ઈનામી ડ્રો રખાયો છે. ઈ.સ. ૨૦૦૯-૧૦ની યોજનાનો ઈનામી ડ્રો ૧૫મી ઓગસ્ટને રવિવારે યોજાયો છે. જેમાં શહેર અને જિલ્લાના તમામ વાર્ષિક ગ્રાહકો માટે ડ્રો યોજાશે.અને ભાગ્યશાળી ગ્રાહકોને એક-એકથી ચડિયાતા ઈનામોની ભેટ મળશે.
અક્ષરવાડીના કોઠારી સ્વામી પૂ. સોમપ્રકાશજીના મુખ્ય અતિથપિદે યોજાનારા આ ઈનામી ડ્રોમાં પ્રદેશ ભાજપના મંત્રી જિતુભાઈ વાઘાણી અને શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. ડી.બી. રાણીંગા, અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જયુરી પેનલના સભ્યોની ઉપસ્થિતિમાં સીલબંધ બેગને ખોલી કુપનો ડ્રમમાં નાંખ્યા બાદ મહાનુભાવોના હસ્તે ભાગ્યશાળી વાર્ષિક ગ્રાહકના નંબર સાથેની ઈનામી કૂપન ખેંચવામાં આવશે.