Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Surendranagar
 

વઢવાણમાં એકાએક જીપ ચડી ગઈ ડિવાઈડર પર

 
Source: Bhaskar News, Vadhvan   |   Last Updated 12:52 AM [IST](04/02/2012)
 
 
 
 
 
- વઢવાણમાં જીપ ડિવાઇડર પર ચઢી જતાં વીજથાંભલો ધરાશાયી

- વઢવાણ પાલિકાએ રોકડ રકમનો દંડ કર્યો

વઢવાણ-સુરેન્દ્રનગર રોડ પર દૂધની ડેરી પાસે એક જીપે પાલિકાના વીજ થાંભલાને તોડી પાડતા દોડધામ મચી ગઇ હતી. આ બનાવ અંગે પાલિકાએ પોલીસ ફરિયાદ કરવાને બદલે દંડની રકમ ભરાવીને કેસ રફેદફે કરી દીધો હતો. આ બનાવ સમયે ટ્રાફિક જામ થતા વાહનચાલકો પરેશાન બન્યા હતાં.

વઢવાણ -સુરેન્દ્રનગર રોડ પર વઢવાણ નગરપાલિકાના ૧૦૦ થી વધુ સ્ટ્રીટલાઈટો આવેલી છે. ત્યારે દૂધની ડેરી પાસે માતેલા સાંઢની જેમ આવતી જીપે કાબૂ ગૂમાવતા ડિવાઇડર પર ચડી ગઇ હતી.

ત્યારબાદ સ્ટ્રીટલાઈટનો થાંભલો તોડી પાડતા વાહનચાલકો અને મુસાફરોમાં દોડધામ મચી ગઇ હતી. આ દરમિયાન વીજ વાયર રસ્તા પર પડતા ભારે ટ્રાફિક જામ થતાં અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતાં. આ બનાવમાં વઢવાણ નગરપાલિકાએ પોલીસ ફરિયાદ કે અન્ય કાર્યવાહી ન કરતા ચકચાર ફેલાઇ છે.

આ અંગે વઢવાણ પાલિકાના લાઇટ વિભાગના કર્મીએ જણાવ્યું કે, આ બનાવમાં પાલિકાના સ્ટ્રીટના થાંભલો અને બે ટ્યૂબ સહિત ૧૦ હજારનું નુકસાન થયું છે. પરંતુ જીપ માલિકે દંડની રકમ ભરી દેતા કોઇ કાર્યવાહી કરી નથી.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.