Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Bhavnagar City
 

સ્નેહમિલન સમારોહ ભાવનાત્મક અને આત્મીય બન્યો

 
Source: Bhaskar News, Bhavnagar   |   Last Updated 3:10 AM [IST](05/11/2011)
 
 
 
 
 

જીતુ વાઘાણીનો સ્નેહમિલનમાં પાંચ હજારથી વધુ લોકો ઉમટ્યા : આગેવાનો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, શુભેચ્છકો અને સાધુ-સંતો તેમજ દક્ષિણ મત વિસ્તારના લોકોની નોંધપાત્ર હાજરી ભાવનગરની રાજનિતિમાં આ સ્નેહમિલન એક અનોખુ અને ચર્ચામાં રહેનારૂ બન્યું છે. સાથોસાથ અવિસ્મરણીય પણ બન્યું છે


ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી જીતુ વાઘાણીના સ્નેહ મિલન કાર્યક્રમમાં પાંચ હજારથી વધુ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. ચીલાચાલુ સ્નેહમિલનને બદલે સમાજને કંઈક નવિન સંદેશો


આપવાના હેતુથી સામાજિક ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર સંસ્થાઓ અને વ્યક્તિ વિશેષ મહાનુભાવોના વિશિષ્ટ બહુમાનને કારણે સમગ્ર સમારોહ ભાવનાત્મક વાતાવરણમાં ફેરવાયો હતો. અને જાહેરજીવનમાં પડેલા લોકો અને રાજનીતિના મહાનુભાવો માટે એક દિશાસુચક બન્યો હતો.


પાનવાડી વિકાસ સમિતિના મેદાનમાં લાભપાંચમના દિવસે યોજાયેલા આ સ્નેહમિલનના કાર્યક્રમમાં નગરજનો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ભાજપના કાર્યકરો, જીતુ વાઘાણીના શુભેચ્છકો, અધિકારી અને પદાધિકારીઓ અને સંતો-મહંતોની નોંધપાત્ર હાજરીને કારણે સમારોહને એક વિશિષ્ટ આભા મળી હતી.


શ્રીજીતુભાઈ વાઘાણીએ આ સ્નેહમિલન સમારોહને આત્મીયતાના મિલનમાંપલ્ટાવી દીધો હતો. હૈયેહૈયુ દળાય તેવી માનવી મેદનીમાં સૌ એકબીજાને ભેટી નવા વર્ષની ઉત્સાહભેર શુભેચ્છા પાઠવતા હતા. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખો, નગરસેવકો અને હોદ્દેદારો ઉપરાંત નાના-મોટા સૌ કાર્યકરો એક અનોખા ઉત્સાહના સંચાર સાથે એકબીજાને મળતા હતા.


સિહોર ગૌતમેશ્વર મંદિરના મહંત મહામંડળેશ્વર સ્વરૂપાનંદ સરસ્વતી, રમજુબાપુ, બાવળીયાળીના ગગજીભગત સાજણ ભગત, તુલસી ભગત (ચિત્રા) સહિતના જિલ્લાભરના અનેક સંતોએ ઉપસ્થિત રહી આિર્શવચન પાઠવ્યા હતા. જ્યારે મુસ્લીમ સમાજના તાજીયા કમિટીના ચેરમેન હાજી સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ મેયર સુરેશ ધાંધલ્યા, ડે.મેયર પ્રભાબેન પટેલ, સાંસદ રાજેન્દ્રરસિંહ રાણા, પ્રદેશ ઉપાધ્યક્ષ નિમુબેન બાંભણીયા, યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન મહેન્દ્ર ત્રિવેદી, બાડાના ચેરમેન અમોહભાઈ શાહ, સ્ટે.કમિટિના ચેરમેન અભય ચૌહાણ, નરેન્દ્રભાઈ ચાવડા, તાલુકા ભાજપના નારૂભાઈ આહિર, તા.પં.પ્રમુખ સહિતના આગેવાનો, યુવા મોરચાના હોદ્દેદારો, તા.પ., જી.પં.ના ભાજપના સભ્યો, વિવિધ સેલના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. .


મુખ્યમંત્રીનો શુભેચ્છા સંદેશ


મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મોકલેલા ખાસ શુભેચ્છા સદેશાનું વાંચન મહેન્દ્ર ત્રિવેદીએ કર્યું હતું. જ્યારે સુર-સંગીતની જમાવટ ભાવેશ રાવળ-નૈમિષા રાવળે કરી હતી.


સમાજના તમામ વર્ગના લોકોની હાજરી


સ્નેહમિલનમાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ, શિપબ્રેકરો, યુવક મંડળના કાર્યકરો, ઉપરાંત કોળી, પટેલ, મોચી, આહિર, દરજી, ભરવાડ, રબારી, સોની, ક્ષત્રિય, બ્રહ્નસમાજ, જૈન સમાજ, વણિક સમાજ, રજપૂત, સિંધી, દલિત, મુસ્લિમ, લુહાર, વાણંદ, પલેવાળ, માળી, સગર, પ્રજાપતિ, દેવીપૂજક સહિતના સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. ભાવનગરના કાર્યકર્તાઓ અને ખાસ કરી ભાવનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારના લોકોની હાજરી નોંધપાત્ર રહી હતી.


વૈચારિક-પ્રેરણાત્મક સમારોહ : સેવાનું સન્માન


સ્નેહમિલન માત્ર ઔપચારિક મિલન સમારોહને બદલે વૈચારિક અને પ્રેરણાત્મક સમારોહ બની રહ્યો હતો. આ સમારોહમાં શહેરની જુદી-જુદી સંસ્થા અને વ્યક્તિ વિશેષ મળી ૨૨ લોકોનું વિશિષ્ટ બહુમાન કરાયું હતું. જેમાં પાશ્વg ભક્તિધામ, ગોળીબાર રામદરબાર, ગૌગંગા- ગૌસેવા, કામધેનુ, સદ્દવિચાર, દેપલા જૈન સંઘ, નંદકુંવરબા બાલાશ્રમ, અવતાર ચેરિ, ડ્રગ બેંક, વૃદ્ધાશ્રમ, નેચર કન્ઝર્વેશન, ડૉ.યુનુસ લાખાણી, દિનેશ કલ્યાણભાઈ હાડવૈધ્ય, તબલચી શુભમ્, દેવદત્તભાઈ સર ટી. હોસ્પિટલ, સહિતની સંસ્થાઓનું અને વ્યક્તિઓનું સન્માન કરાતા સમગ્ર સમારોહમાં ભારે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.