Advertisement
Home >> Saurashtra >> Latest News >> Amreli >> Investigation On Constebal Cliping In Amreli

કોન્સ્ટેબલોની કલીપીંગ તપાસનો ધમધમાટ, રાજુલામાં લોકદરબાર

Bhaskar News, Rajula | Sep 21, 2012, 00:21AM IST
 
 

- ટ્રાફિક, ચોરી, દારૂ, જુગાર સહિતના પ્રશ્નો અંગે આગેવાનોની એએસપીને રજૂઆત

રાજુલામાં નવા પોલીસ મથકમાં એએસપી કાર્તિક કશ્યપની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો. આ લોકદરબારમાં આગેવાનોએ શહેરમાં ટ્રાફિકના પ્રશ્ન તેમજ ચોરીના બનાવો અટકાવવા ઉપરાંત દારૂ જુગારની બદીઓને ડામવા રજુઆત કરી હતી. આ ઉપરાંત લોકદરબારમાં એલસીબી પોલીસના નામે ઉઘરાણુ કરતા બે પોલીસ કોન્સ્ટેબલોની ફરતી થયેલી વિડીયો કલીપીંગ અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

રાજુલામાં એએસપી કાર્તિક કશ્યપની અધ્યક્ષતામાં યોજાયેલ લોકદરબારમાં ચેમ્બરના પ્રમુખ બાબુભાઇ મકવાણા, રવુભાઇ, જયંતીભાઇ જાની, બચુભાઇ ચૌહાણ, બકુલભાઇ વોરા, દાદુભાઇ, ભરતભાઇ, હનુભાઇ ધાખડા, જયરાજભાઇ, સુરેશભાઇ વગેરેએ શહેરમાં નડતરરૂપ ટ્રાફિક સમસ્યા અંગે ચર્ચાઓ કરી હતી. આ ઉપરાંત બેફામ દોડતા વાહનો સામે લાલઆંખ કરવા પોલીસને રજુઆત કરાઇ હતી.આ ઉપરાંત રાજુલા જાફરાબાદ પંથકમાં દારૂ, જુગાર, ચોરી સહિતના બનાવો વધી રહ્યાં હોય તેની સામે કડક હાથે કામ લેવા પણ કાર્તિક કશ્યપને રજુઆત કરવામાં આવી હતી. તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી. શહેરમાં એલસીબીના નામે બે કોન્સ્ટેબલો ઉઘરાણુ કરતા હોવાની વિડીયો કલીપીંગ ટોક ઓફ ધ ટાઉન બની છે.

- વિડીયો કલીપીંગનાં પ્રકરણમાં ૨૪ કલાકમાં પગલાં લેવાશે: એસપી

રાજુલા પંથકમાં બે કોન્સ્ટેબલો મહિલાઓ સાથે નાણાકીય લેતીદેતી કરતા હોવાની વિડીયો કલીપીંગ ફરતી થઇ હોય શહેરભરમાં ચોરેને ચોટે એક જ ચર્ચા ઉઠી છે. આ કોન્સ્ટેબલો કોણ છે ? કોની કોની સાથે સંકળાયેલા છે વગેરે અંગે એસપી શોભા ભુતડા દ્રારા ચોવીસ કલાકમાં કાર્યવાહી કરી દોષિતો સામે પગલા લેવામાં આવશે.
 
 
 

Your Opinion
 
 
Code:
10 + 4

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment