Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> City Exclusive Rajkot
 

‘મોંઘવારી’ ફરી લોકોની ‘ખુશી’ છીનવશે

 
Source: Hetal Patel-Aniruddh Nakum, Rajkot   |   Last Updated 1:47 AM [IST](29/12/2010)
 
 
 
 
 
- ર૦૦૯ કરતાં ૨૦૧૦માં મોંઘવારીમાં ૩૦ ટકાનો થયેલો વધારો

દેશના વડાપ્રધાન હોય કે રાજ્યના મુખ્યમંત્રી હોય, વિકાસની વાતો બધા જ કરી રહ્યા છે. સર્વક્ષેત્રે વૃધ્ધિ થઇ રહી છે તેવી વાતો થાય છે. એક વૃધ્ધિ તો સર્વવિદિત છે અને તે છે જીવન જરૂરી ચીજોના ભાવમાં થતો વધારો.

જૂનો રૂઢિપ્રયોગ ઇસ્તેમાલ કરીએ તો કિંમતો વાર્તામાં આવતા રાજાના કુંવરની જેમ દિવસે ન વધે તેટલી રાત્રે અને રાત્રે ન વધે તેટલી દિવસે વધી રહી છે. છેલ્લા એક વર્ષમાં પેટ્રોલના ભાવમાં ૧૬ રૂપિયા અને ડીઝલના ભાવમાં ૧૦ રૂપિયા વધ્યા છે. બે દિવસ પછી ફરી દૂધના ભાવ વધશે, રાંધણગેસ અને ડીઝલનો ભાવવધારો પણ નક્કી છે. અને આ મોંઘવારીનું છે ય દાવાનળ જેવું, એક પાંદડું સળગે ને આખું વન ભડ ભડ....એટલે મુસાફરી પણ મોંઘી બનશે, ચા પણ મોંઘી થશે, માલપરિવહનના ભાડાં પણ વધશે.

શું મોંઘું થશે એ સવાલ નથી, શું મોંઘું નહીં થાય? એ મહત્વનું છે. અર્થશાસ્ત્રી અમિર ઉલ્લાખાંએ તાજેતરમાં જ કહ્યું કે મોંઘવારી અંગે ભવિષ્યવાણી કરવી યોગ્ય નથી. હા, પરંતુ મોંઘવારી હવે ભવિષ્યની વાત જ નથી, તે તો હંમેશા વર્તમાન છે!

દૂધ મોંઘું બન્યું હવે શું શું મોંઘું થશે?

ચા, કોફી, આઇસક્રિમ, મીઠાઇ, ચીઝ, પનીર, બટર, ઘી મોંઘા થશે,
હાલના ભાવ R ૩૦ લિટર + R ૨ વધશે

પેટ્રોલ મોંઘું બન્યું હવે શું શું મોંઘું થશે?

ટ્રાવેલિંગ, રિક્ષા, સિટીબસ, ટ્રાન્સપોટેંશન મોંઘા થશે,
હાલના ભાવ R ૫૯ લિટર + R ૨.૯૦ વધ્યા

તેલ મોંઘું બન્યું હવે શું શું મોંઘું થશે?

ફરસાણ, હોટેલનું ફૂડ, ઘરનું ફૂડ વગેરે આઇટમો મોંઘી થશે,
હાલના ભાવ R ૧૩૧૫ કિલો + R ૪૦ વધ્યા

શાકભાજી મોંઘું બન્યું હવે શું શું મોંઘું થશે?

આ ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ વેરવિખેર થઇ ગયું,
હાલના ભાવ R ૬૦ કિલો + R ૨૦ વધ્યા

એલપીજી ગેસ મોંઘો થશે -

લોકોએ ખાણી-પીણી માટેનું બજેટ વધારવું પડશે,
હાલના ભાવ R ૩૬૦ સિલિન્ડર + R ૨૦ વધશે
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.