આડા સંબંધોનો અંજામઃ સગા પુત્રોએ જ માતાને યમલોક મોકલી

બોટાદના પાળીયાદ પાસેના સરવા ગામે રવિવારે સવારે પિતા અને તેના બે પુત્રોએ ભેગા મળીને તી ણ હથિયાર વડે માતા અને તેના પ્રેમીની કરપીણ હત્યા કરી હતી. મહિલા છેલ્લાં બે વર્ષથી પતિ અને બંને પુત્રોને છોડીને પ્રેમી સાથે રહેતી હતી. પતિ અને બંને પુત્રોઐ વારંવાર ટકોર છતાં મહિલા પ્રેમી સાથેેનો સંબંધ તોડવા તૈયાર ન હતી. આ અંગે બંને પતિ અને પત્ની વરચે ઊગ્ર બોલાચાલી થઈ હતી. જેના પગલે પતિ અને બંને પુત્રોએ ભેગા મળીને માતા અને પ્રેમીનું કાંસળ કાઢી નાખ્યું હતું. હત્યા બાદ ત્રણેય આરોપી ફરાર થઈ ગયા હતા. મત્યુ પામેલા પ્રજાપતિ શખ્સના ભાઇએ પાળીયાદ પોસ્ટે ફરીયાદ નોંધાવતા પાળીયાદ પોલીસે બનાવની ફરીયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મત્યુ પામેલા લીલાબેનના લગ્ન ભરતભાઇ ધનાભાઇ મેર સાથે થયા હતાં અને સંતાનમાં બે પુત્રો હતાં. છેલ્લાં ઘણાં વર્ષોથી કોઇ અગમ્ય કારણોસર લીલાબેન પોતાના પતિ અને પુત્રોથી અલગ રહેતા હતાં. તે દરમ્યાન મુળ જસદણ તાલુકાના રૂપાવટી ગામના વતની અને હાલ બોટાદ તાલુકાના પાળીયાદના સરવા ગામે રહેતા ૪૨ વર્ષીય પ્રજાપતિ શખ્સ બાબુભાઇ ખોડાભાઇ હળવદીયા સાથે લીલાબેનને અનૈતિક સંબંધો બંધાયા હતાં. આથી છેલ્લા બે વર્ષથી બંને જણા સાથે રહેતા હતાં જે બાબતે લીલાબહેનના પતિ ભરતભાઇ અને તેમના પુત્રોએ લીલાબહેનને અવારનવાર સમજાવ્યા હતાં પરંતુ લીલાબેન માનતા ન હતાં.
લીલાબહેન ભરતભાઇ વિરુઘ્ધ ભરણપોષણનો કેસ દાખલ કર્યો હતો. ભરતભાઇ તથા તેમના બંને પુત્રોની શનિવારે મોડી રાત્રે બાબુભાઇ સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બાબુભાઇ અને લીલાબહેન બંને જણા સરવા ગામે સાથે રહેતા હોય જે લીલાબેનના પતિ તથા તેમના બે દિકરાને નહીં ગમતા લીલાબેનના પતિ ભરતભાઇ ઘનાભાઇ મેર, તેમનો પુત્ર વિપુલ અને નરેશ એકસંપ કરી તી ણ હથિયાર લઈને રવિવારે વહેલી સવારે બાબુભાઇના ઘરે જઈને બંનેને માથામાં તેમજ શરીર ઉપર ઘા મારી મોતને ઘાટ ઊતારી દીધા હતાં.
બાબુભાઈના ઘરેથી વહેલી સવારે બાબુભાઇ અને લીલાબેનની લાશ મળી આવી હતી. જેમાં બાબુભાઇની લાશ ઘરમાં જ ખાટલા પર પડી હતી જયારે લીલાબેનની લાશ બહાર ફળીયામાં પડી હતી. પુત્રોના હાથે જ માતાના મર્ડરની વાત વાયુવેગે પ્રસરતા જોતજોતામાં લોકોના ટોળાં જામી ગયા હતાં. આ બનાવની પોલીસને જાણ થતાં પાળીયાદ તથા બોટાદ પોલીસ પહોંચી હતી.






