- લગ્ન એ બંધન નથી પણ જાત સાથેની ઓળખાણના સંજોગો છે
- પત્ની એ માત્ર અધાઁગિની જ નહીં પણ તમારો પડછાયો છે
ધારૂ તો એક છાંટો પણ
સ્પર્શી શકે નહીં,
વરસાદનું મન રાખવા
પલળી જવું પડ્યું...
બિઝનેસમાં તમારી ફરજ, તમારા કાર્યને જીવનનો એક ભાગ બનાવી પુરુષાર્થ કરો તો તમને સો ટકા સફળતા મળે જ છે.
મેનેજમેન્ટ ગુરુઓનુ માનવુ છે કે ધંધામાં ઘડિયાળના કાંટા સામુ જોઈ કામ ન કરવાનું હોય પણ લીધેલું કાર્ય પૂર્ણ થાય તે એકમાત્ર લક્ષ્યાંક હોય તો ધંધાનો વિકાસ થાય છે.
સંસારમાં લગ્નને ઘણા લોકો બંધન માને છે. લગ્ન એ બંધન નથી પણ જાત સાથેની ઓળખાણ થાય તેવા સંજોગો છે.
એક મહિલાએ કહ્યું કે, ‘‘મારા પતિએ મારી સાથે લગ્ન કર્યા છે. લગ્ન એ સાત જન્મનું બંધન છે. પણ આ પહેલા ભવમાં જ હું તેની જિંદગીનો હિસ્સો બની શકી નથી. અમારા વિચારોમાં મતભેદ છે એટલે તનથી સાથે રહીએ છીએ પણ મનથી અમે એક બની શક્યા નથી. અમે બન્ને એકબીજાને સમજવા માટે પ્રમાણિકતાપૂર્વક અનેક પ્રયત્નો કરીએ છીએ પણ અમે સફળ થતા નથી.
લગ્ન એ બંધન નથી. લગ્ન એ માત્ર સામાજિક વ્યવસ્થા નથી પણ બે આત્માનું મિલન છે.
પતિ-પત્ની સાથે રહે એનું નામ જ લગ્ન નથી. પત્નીને તમારી જિંદગીનો એક ભાગ બનાવો ત્યારે જ લગ્ન જીવન સાર્થક બને છે.
સ્મૃતિ હોય કે સ્ત્રી એને જીવનનો ભાગ બનાવી દયો. કેટલાક લોકો માત્ર યાદોના સહારે જીવી જતા હોય છે પણ આ યાદો ને તેમણે જીવન સાથે વણી લીધી હોય છે.
પત્ની એ તમારી અધાઁગિની છે. તેને તમારા જીવનનો પડછાયો બનાવી દયો. તમારી ઈચ્છા
છતાં પડછાયો ક્યારેય તમારાથી દૂર જશે નહીં. બસ એ જ રીતે અધાઁગિનીને તમારા જીવનનો હિસ્સો બનાવી દયો.
વૈચારિક મતભેદો સંવાદ દ્વારા દૂર થઈ શકે છે. પણ એ પહેલા મનને એ માટે તૈયાર કરવું પડે છે. જ્યારે પતિ-પત્ની બન્ને એમ કહેતા હોય કે અમે મનના સંધાન માટે પ્રમાણિકતાપૂર્વક પ્રયત્નો કરીએ છીએ ત્યારે એ પ્રયત્નો સફળ થવાના જ. ક્યાંક
અહમ, જીદ નડતા હોય કે લાગણીની અભિવ્યક્તિ ન થતી હોય તો આવા ‘સ્પીડ બ્રેકરો’ને વહેલીતકે દૂર કરો. પછી તમને લગ્ન એ સાત જન્મનું બંધન નહીં લાગે પણ ભવોભવની પ્રિત લાગશે ગેરેંટીથી...
બ્રેક ફાસ્ટ:
ડોક્ટર : સાહેબ આપની પાસે બે થર્મોમીટર કેમ છે ?
ડોક્ટર : એક મોઢામાં મુકવા માટે અને એક ગજવામાં મુકવા માટે.
દર્દી : તાવ માપવા તો મોઢામાં થર્મોમીટર મુકાય પણ ગજવાનું શેની માટે ?
ડોક્ટર : મોઢામાં થર્મોમીટરથી તાવ કેટલો છે એની ખબર પડે અને બીજા થર્મોમીટરથી તમારી પાસે પૈસાની ગરમી કેટલી છે એની ખબર પડે.
(પ્રેષક :બિંદુ ગૌસ્વામી (ભાવનગર)