DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
બહારવાળીની ચઢામણીથી ઘરવાળીને ધોકાવી નાખી
Bhaskar News, Junagadh
| Jul 26, 2012, 02:22AM IST
કોડીનાર તાલુકાનાં વેલણ ગામે પતિએ રખાતની ચઢામણીથી પત્નીને દુ:ખ ત્રાસ આપી માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. કોડીનાર તાલુકાનાં વેલણ ગામે રહેતા બાલુ મેરૂભાઇ વંશ નાં લગ્ન વર્ષો પહેલાં વાસુબેન (ઉ.૪૭) સાથે થયા હતા.
પરંતુ પ્રૌઢાવસ્થાએ પહોંચ્યા બાદ ભ્રમરવૃત્તિનાં બાલુએ વેજી પાલા વંશ નામની મહિલાને ‘પટાવી’ તેની સાથે રંગરેલીયા મનાવવાનું શરૂ કર્યુઁ હતું. પરંતુ તેની પત્નીને પતિની કામલીલાની ગંધ આવી જતાં તેણે પતિનાં વેજી સાથેનાં સંબંધો સામે વાંધો લીધો હતો. આથી બાલુએ તેની મારકૂટ શરૂ કરી દીધી હતી.
દરમ્યાન વેજીએ વાસુબેન વિરૂદ્ધ બાલુને ચઢાવ્યો હતો. વેજીનાં મોહમાં આંધળા બનેલા બાલુએ પત્નીને શારિરીક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. દરમ્યાન ગત તા. ૨૦ જુલાઇએ બાલુ હદ વળોટી ગયો હતો. તેણે બેફામપણે પત્નીને ઢીકાપાટુનો માર મારતાં પતિથી વાજ આવી ગયેલા વાસુબેને તેની સામે કોડીનાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.






