R ૧૪ ભથ્થું - homeguards joke, only 14 rupees allowance of two a - www.divyabhaskar.co.in" /> હોમગાર્ડ્ઝની મશ્કરી: અઢી કલાકની પરેડનું <span class="r_smb">R</span> ૧૪ ભથ્થું - homeguards joke, only 14 rupees allowance of two a - www.divyabhaskar.co.in
  Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Jamnagar
 

હોમગાર્ડ્ઝની મશ્કરી: અઢી કલાકની પરેડનું R ૧૪ ભથ્થું

 
Source: Bhaskar News, Jamnagar   |   Last Updated 12:35 AM [IST](11/02/2012)
 
 
 
 
 
- સ્વર્ણિમ્ ગુજરાતની ઉજવણી અંતર્ગત હોમગાર્ડઝ દળ પ્રત્યે સદ્દભાવના ક્યારે...?

રાજ્ય સરકારના નેજા હેઠળના હોમગાર્ડઝ દળના જવાનોને અઢી કલાકની પરેડનું R ૧૪ ભથ્થું ચૂકવી મશ્કરી કરવામાં આવી રહી છે. તો રાજ્યના સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી ચાલી રહી છે ત્યારે હોમગાર્ડઝ દળ પ્રત્યે સદ્દભાવના દાખવવા જામ્યુકોના વોર્ડ નં. ૧૦ના ભાજપના નગરસેવકે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

રજૂઆતમાં નગરસેવક હસમુખ જેઠવાએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ ગુજરાત અને સદભાવના મિશન અંતર્ગત ઘણા પ્રોત્સાહક પગલાં લેવામાં આવી રહયાં છે. ત્યારે હોમગાર્ડઝનો પણ તેમાં સમાવેશ કરવામાં આવે તે જરૂરી છે.

કારણ કે, રાજ્ય સરકારના નેજા હેઠળની માનદ સેવા બજાવતું હોમગાર્ડઝ દળ રાજ્યમાં દરેક જિલ્લા, તાલુકા અને યુનિટ કક્ષાએ પોલીસ અને પેરા મિલીટરી દળો સમકક્ષ ફરજ બજાવે છે. પરંતુ તેમને વળતર પેટે માનદ વેતનમાં ફકત R ૮૦ પ્રતિ ફરજ ચૂકવવામાં આવે છે. અગાઉ પ્રતિ માસ આઠ પરેડ યોજાતી હતી. પણ છેલ્લા દસ વર્ષથી તેમાં ઘટાડો કરી ચાર કરવામાં આવી છે. કારમી મોંઘવારીના સમયમાં અઢી કલાકની એક પરેડનું ફકત R ૧૪ જેવું નજીવું ભથ્થું ચૂકવી હોમગાર્ડઝના જવાનની રીતસર મશ્કરી કરવામાં આવી રહી છે. માટે આ દળને વધુ સુદ્રઢ બનાવવા પ્રતિ ફરજ R ૨૦૦ તથા પરેડ ભથ્થું R ૬૦ કરી સદ્દભાવના દાખવવી જરૂરી છે.

વધુમાં હોમગાર્ડઝ દળના રખરખાવ અને નિભાવ માટે તમામ યુનિટ કક્ષાએ સુચારૂ ઓફીસ, સ્ટોર રૂમ, રાચરચીલાનો સદંતર અભાવ છે. યુનિટ કક્ષાએ પાર્ટ ટાઇમ ફરજ બજાવતા કલાર્ક અને પટ્ટાવાળા સ્ટાફને પગાર પેટે જે રકમ ચૂકવવામાં આવે છે તે તેમની કામગીરી અને જવાબદારીના પ્રમાણમાં ખુબ જ ઓછી છે.

યુનિટ કક્ષાના માનદ અધિકારી તરીકે ફરજ બજાવતા ઓફીસર કમાન્ડીંગ-ઇન્ચાર્જને વધારાની આર્થિક સહયોગ તથા અન્ય ભથ્થા આપવામાં આવતા નથી. આથી હોમગાર્ડઝ દળના જવાનોના માનદ વેતનમાં વધારો કરી તેને પ્રોત્સાહીત કરવા માંગણી કરી છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.