Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> City Bhaskar Rajkot
 

લંડનમાં જઈને ગુણુભાઈએ ડંકો વગાડ્યો...

 
Source: Bhaskar News, Rajkot   |   Last Updated 2:49 AM [IST](31/08/2010)
 
 
 
 
 
લંડનમાં પણ સરગમનો પાયો નાખતા ગુણુભાઇ

હાઉસ ઓફ પાલૉમેન્ટની મુલાકાત લીધી.

રાજકોટમાં સરગમ ક્લબ દ્વારા ચલાવાતા કાર્યો જેવી જ પ્રવૃત્તિનો પ્રારંભ લંડનમાં પણ કરવાનો ત્યાંના ગુજરાતી સમાજે નિર્ધાર કર્યો છે. લંડનની મુલાકાતે ગયેલા સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા સાથે ત્યાંની વિવિધ સંસ્થાઓએ આ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. ગુણુભાઇએ લંડનના હાઉસ ઓફ પાલૉમેન્ટની મુલાકાત લીધી હતી.

લંડન અને લેસ્ટરના ગુજરાતી સમાજે સરગમ ક્લબની સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઇ એ સંસ્થાને રોલ મોડેલ ગણીને ગુજરાતી સંસ્કૃતિના જતન માટે તથા ગુજરાતી સમાજને એક તાંતણે બાંધવા માટે ‘સરગમ’ બ્રાન્ડ સંસ્થાનો પ્રારંભ કરવાનો નિર્ણય કર્યો છે.

યુકેની મુલાકાતે ગયેલા ગુણુભાઇ સાથે એ મુદ્દે લંડનના કડવા પાટીદાર સમાજ, સ્વામિનારાયણ મંદિર, સનાતન મંદિર (વેમ્પલી) વગેરેના અગ્રણીઓએ વિશદ ચર્ચા કરી હતી. લેસ્ટરમાં તો સરકારી અધિકારીઓએ પણ સરગમની પ્રવૃત્તિઓનો અભ્યાસ કર્યો હતો. ઉપરોકત સંસ્થાઓ દ્વારા ગુણવંતભાઇનું સન્માન કરવામાં આવ્યું હતું. લંડનની ‘મા’ નામની ગુજરાતી ચેનલમાં ગુણુભાઇ સાથેની દસ મિનિટની પ્રશ્નોત્તરીનું પ્રસારણ થયું હતું.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 2


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.