આ ક્રિટિક્લ બેઠક ગુજરાત માટે બનશે ટર્નિંગ પોઇન્ટ?

- સોરઠની આ હોટ સીટ પર જીપીપી અને ભાજપના સીધો ટકરાવ
- આ બેઠકમાં કોંગ્રેસ તો ચૂંટણી પહેલા જ આઉટ થઇ ગઇ છે.
- ‘‘બાપા’’ ની આમ તો ‘‘હોમપીચ’’ પણ જંગ આસાન નથી
- કેશુભાઇ આ બેઠક પરથી વિજેતા બની બે વાર મુખ્યમંત્રી તરીકે આરૂઢ થયા છે
સોરઠની વિસાવદર બેઠક ‘‘હોટસીટ’’ બની છે. અહીં પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત પરિવર્તન પાર્ટીના સ્થાપક એવા કેશુભાઇ સામે ભાજપના સીટિંગ એમએલએ અને રાજ્યમંત્રી કનુભાઇ ભાલાળા વચ્ચે સીધોં ચૂંટણીજંગ ખેલાય રહ્યો છે. અહીં નાટયાત્મક અંદાજમાં ચૂંટણી પૂર્વે કોંગ્રેસ તો આઉટ થઇ ગઇ છે પણ હાલ ત્રિપાંખીયો જંગ એટલે મહત્વનો ગણાય રહ્યો છે. આ બેઠકનું પરિણામ રાજ્યની રાજનીતિ માટે ટર્નીગ પોઇન્ટ સમી બને તો નવાઇ નહી ?
આ બેઠક પર લેઉવા પાટીદારના એક લાખથી વધુ મતદારો છે. આ બંને ઉમેદવારો પણ લેઉવા પાટીદારો છે પણ ઇતર મતદારો પર મોટો મદાર છે. આમ કહીએ તો અહી માન-અપમાન વચ્ચેનો સીધો જંગ ખેલાય રહ્યો છે. તેમાં પણ ભાજપના સ્ટાર પ્રચમારક સિદ્ધુના વાણી વિલાસ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે પણ અગાઉની બે ચૂંટણી પછી ‘‘બાપા’’ માટે આ વખતનો ચૂંટણી જંગ આસાન નથી.
- માહોલ શું ? : આ બેઠકમાં દશા-દીશાનો કોઇ મુદ્દો નથી અહી માન-અપમાનનો જંગ હોય જેથી રસાકસી તો દેખાય છે. જો કે બાપાનું હોમ ગ્રાઉન્ડ, લેઉવા પાટીદાર ફેકટર, જૂના કાર્યકરોની ફોજ મહત્વનું પરીબળ ગણી શકાય છે. બીજી બાજુ પ્રતિસ્ર્પધી ભાજપના કનુભાઇ ભાલાળાને ગ્રામ્ય વિસ્તારમાં રોષનો સામનો કરતા હોય તે તાજેતરના બનાવોમાં દેખાય છે. કેશુભાઇનું પ્રચાર કાર્ય પુત્ર ભરત, પુત્રી સોનલે સંભાળ્યું છે.
- આ બેઠક ક્રિટિકલ કેમ છે?
ગુજરાતની આ ચૂંટણીમાં પરિવર્તન અને પુનરાવર્તનમાં ટકરાવ છે ત્યારે આ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ ઉમેદવાર છે. મોદી સામે બગાવત પછીની આ ચૂંટણીમાં પરિવર્તન પાર્ટીની સ્થાપક ખુદ ઉમેદવાર હોય અને સામે ભાજપે ભાલાળાને ઉતાર્યા હોય એટલે આ જંગ ચર્ચામાં છે અને અહીં કશ્માકશ પણ છે.
- ૨૦૦૭ ના પરિણામ તરફ નજર : આ બેઠક પર કોંગ્રેસના હર્ષદ રીબડીયા અને ભાજપના કનુભાઇ ભાલાળા વચ્ચે ચૂંટણી લડાઇ હતી જેમાં ભાલાળા માત્ર ૪૨૨૯ મતથી વિજેતા બન્યા હતા.
- કઇ જ્ઞાતિના કેટલા મત છે
જ્ઞાતિ
મત
લે. પટેલ -
૧,૦,૧૦૦૦
કડવા પટેલ
૧૦૦૦
કોળી
૧૦,૦૦૦
આહિર
૭,૦૦૦
મુસ્લિમ
૭,૦૦૦
દલિત
૧૯,૦૦૦
પ્રજાપતિ
૭,૦૦૦
રબારી
૪,૦૦૦
બ્રાહ્નણ
૫,૦૦૦
લોહાણા
૩,૦૦૦
વાણિયા
૧૦૦૦
સીંધી
૧૨૦૦
દેવી પૂજક
૩૮૦૦
ધોબી
૩૮૦૦
દરજી
૭૦૦
બાવાજી
૩૫૦૦
લુહાર
૮૦૦
સોની
૬૦૦
વાણંદ
૨૩૦૦
ખાંટ
૬૨૦૦
દરબાર
૮૭૦૦
સુથાર
૩૦૦
સુથાર
૧૮૦૦
સુથાર
૭૦૦
સુથાર
૨૫૦૦
સુથાર
૨૨૦૫૦
કુલ મતદારો -
૨,૨૩,૯૫૦






