Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Bhavnagar City
 

રવિવારે માતંગી માતાના ભવ્ય પાટોત્સવની થશે ઉજવણી

 
Source: Bhaskar News, Bhavnagar   |   Last Updated 3:04 AM [IST](04/02/2012)
 
 
 
 
 
સોનાનું શિખર ધરાવતા શહેરનાં મોઢેશ્વરી મંદિરે થશે ઉજવણી
પાલખીયાત્રા દરમિયાન હેલિકોપ્ટર દ્વારા કરાશે પુષ્પવૃષ્ટિ


શહેરનાં સરદારનગર વિસ્તારમાં સર્વોદય સોસાયટીમાં આવેલ વિશ્વનું એકમાત્ર સોનાનું શિખરબંધ માતંગી માતાજીના મંદિરે તા. ૫-૨-૧૨ને રવિવારે માતંગી માતાજીનો પાટોત્સવ ભવ્યતાથી ઉજવાશે. આ પાટોત્સવ પ્રસંગે માતંગી ભકતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ પાટોત્સવ પ્રસંગે નિકળનારી ભવ્ય પાલખીયાત્રામાં માતાજી ગજરાજ પર બીરાજમાન થઈ શહેરનાં માર્ગો પર ફરશે.

શહેરના માતંગી દેવસ્થાન ટ્રસ્ટ અને માતંગી પરિવાર સંચાલિત માતંગી માતાજીના મંદિરે પાટોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેમાં કેસર સ્નાન, મંગળા આરતી, ગાયના દૂધથી શિખર સ્નાન, રાજૌપચાર મહાપૂજા, માતાજીને ૧૦૮ વાનગીઓનો અન્નકુટ ભોગ ધરાશે. બપોરે ૨-૩૦ કલાકે પાલખી યાત્રાનું પ્રસ્થાન થશે. મુસ્લીમ બિરાદરો દ્વારા માતાજીનું સ્વાગત કરાશે. પાલખીયાત્રા પર હેલીકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિ કરાશે. સરદારનગર દેવુમાનાં મંદિર પાસે સિંધી સમાજ (શિવ પરિવાર) દ્વારા ચા-બિસ્કીટનું વિતરણ કરાશે તેમજ સાંજે ૭ કલાકે પાલખીયાત્રા પરત ફરશે. માતાજીની પાલખીનું ૫૧ બાલીકાઓ દ્વારા સામૈયું કરવામાં આવશે. જ્યારે સાંજે મહાપ્રસાદ અને ભવ્ય આતશબાજી રાખવામાં આવેલ છે.

પાલખીયાત્રાને અગ્રણી ઉદ્યોગપતિ સુનિલભાઈ પરીખ (ખુશ્બુ ઈસ્પાત) અને જગન્નાથજી રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરૂભાઈ ગોંડલીયા પ્રસ્થાન કરાવશે. માતાજીની યાત્રામાં ૨૦૦ કીલો ગુલાબના ફુલની પાંદડીથી માતંગી માતાજીનું તમામ રૂટ પર સ્વાગત કરાશે. જ્યારે તમામ બહેનો એક સરખી સાડી અને તમામ ભાઈઓ સફેદ વસ્ત્રો પરીધાન કરશે. આ ઉત્સવ પ્રસંગે માતંગી ભકતોમાં અનેરો થનગનાટ જોવા મળે છે. આ પ્રસંગે સંતો-મહંતો, અધિકારીઓ, રાજકીય પક્ષોના આગેવાનો વગેરે ઉપસ્થિત રહેશે.

માતંગી માતાજીના પાટોત્સવ નિમિત્તે તા.૪ને શનિવારે બપોરે ૩-૩૦ કલાકે માતંગી મંદિરેથી વિશાળ સ્કુટર રેલીનું આયોજન કરાયેલ છે. જેમાં બહોળી સંખ્યામાં માતંગી ભકતો જોડાશે.

પાલખીયાત્રા શહેરના માર્ગો પર નિકળશે...

પાલખીયાત્રા શક્તિ વિજય દ્વારથી પ્રસ્થાન થઈ સરદારનગર સર્કલ ફરીને એસ.બી.આઈ. સંસ્કાર મંડળ, રૂપાણી સર્કલ થઈ પરત સરદારનગર સર્કલથી દેવુમાના મંદિરે થઈ માતંગી માતાજીના મંદિરે પરત ફરશે. પાલખીયાત્રાનાં ઠેર-ઠેર સામૈયા કરાશે. પાલખીયાત્રામાં ઘોડા, બગી, ટ્રક, ટ્રેકટર સહિત અસંખ્ય વાહનો જોડાશે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.