જૂનાગઢ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ખાતે આકાર પામેલા એજ્યુકેશનલ મ્યુઝિયમનું શનિવારે રાજ્યનાં ગર્વનર શ્રીમતિ કમલા બીનિવાલે લોકાપર્ણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના કૃષિમંત્રી દિલીપ સાંઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલે આ પ્રસંગે ખાસ આયોજિત કૃષિપેદાશોનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું. પંથકમાં પેદા થતાં પાકોની સાથે ફળ નિહાળવાની સાથે તેની માહિતી પણ તેમણે જાણી હતી. અહીંના પ્રખ્યાત ચીકુ પણ તેમણે રસપૂર્વક નિહાળ્યા હતા. (તસવીરઃ મિલાપ અગ્રાવત)