સગાપરા કૈલાસ ટેકરી પર કથાનું બહોળી સંખ્યામાં રસપાન કરી રહેલા ભાવિકો
પાલિતાણાના સગાપરાધાર કૈલાસ ટેકરી ગુરૂઆશ્રમ ખાતે પ.પૂ.ગાદીપતી મહંત લાલગીરીબાપુ ગુરૂવિજયગીરીબાપુ દ્વારા આયોજીત શિવકથામાં વિજયગીરીબાપુ દ્વારા આયોજીત શિવકથામાં વ્યાસપીઠ બિરાજીત પૂ.ગીરીબાપુ દ્વારા શિવ મહિના સમજાવતા લોકોને તરબોળ કરી દીધેલ અને કહ્યું હતુ કે, દેવોએ દિધેલ કદાચ જઇ શકે પણ મહાદેવે દિધેલ કહી જતું નથી.
કથા દરમિયાન વધુમાં બેટી બચાવો વિશે વિસ્તૃત સમજુતી આપી લોકોને વ્યસનમુક્ત બનવા ટકોર કરી હતી તેમજ રોગોને આમંત્રિત કરતા આવા વ્યસનો છોડવા અને જીવનમાં કઇક કરી જવા જણાવેલ.
સવારે ૯ થી ૧ ચાલતી શિવકથામાં મંડપ શ્રોતાગણોથી ખિચોખીચ ભરાય ગયેલ અને આજુબાજુના ગામો ઉપરાંત અન્ય શહેરમાંથી પણ મોટા પ્રમાણમાં શ્રોતાગણે શિવકથાનો લાભ લઇ રહ્યાં છે. જેમાં સ્વયંમ સેવક દ્વારા સુંદર ભોજન પ્રસાદ તેમજ સોમવારે રાત્રીના સંતવાણી કાર્યક્રમમાં લખમણ બારોટ ભગુદાનભાઇ ગઢવી સહિત કલાકારો સંતવાણી પિરસશે.