Divya Bhaskar
SAURASHTRA
Home » Saurashtra » Latest News » Surendranagar » Give Rupees 100 And Take 7-12 Utaro

રૂ.૧૦૦ આપો અને ૭-૧૨ના ઉતારા લઇ જાવ!

Bhaskar News, Surendranagar | May 17, 2011, 00:15AM IST
- ઝાલાવાડની કચેરીઓમાં એજન્ટોને ઘી કેળાં

- મજબૂર બનેલા ખેડૂતો ન છુટકે એજન્ટોનો સહારો લઇ રહ્યા છે

- રોકડિયા વ્યવહારથી તંત્ર અજાણ

રાજ્યભરમાં જમીનોના ભાવમાં આવેલા ઉછાળાને પગલે જિલ્લાની મામલતદાર કચેરીઓએ ૭/૧૨ના ઉતારા મેળવવા જમીન દલાલો અને જમીન માલિકોની રોજની લાંબી કતારો જામે છે. જો કે,આ લાંબી કતારોનો ગેરફાયદો ઉઠાવી કેટલાક દલાલો ખૂલ્લેઆમ રૂ. ૫૦ અને રૂ. ૧૦૦ લઇ અરજદારોને લાઈનમાં ઊભા રાખ્યા વગર ૭/૧૨ના ઉતારા કઢાવી આપે છે. નવાઇની વાત તો એ છે કે, આ રોકડિયા વ્યવહારથી ખુદ તંત્ર અજાણ હોવાનું બહાર આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનોની તેજીના પગલે નાના ખેડૂતો પણ કરોડોમાં ખેલી રહ્યાં છે ત્યારે જમીન દલાલોને વધુ પડતી દોડાદોડના કારણે સમય મળતો નથી. ૭/૧૨ના ઉતારા મેળવવા કચેરીએ જમીનમાલિકો રોજ મોટી સંખ્યામાં આવતા હોઇ લાંબી કતાર લાગી જાય છે. લાગવગિયા લોકો અંદર ઘૂસી સીધા ૭/૧૨નો ઉતારો કઢાવી લે છે. પરંતુ ગામડેથી આવતા ખેડૂતોને આ ઉતારા મેળવવા ખૂબ જ પરેશાની ભોગવવી પડે છે. જો કે, આવા લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવતા કેટલાક દલાલોને બખ્ખા થઇ ગયા છે.

આવા લોકો પ્રત્યે તંત્રની મીઠી નજરના કારણે આમ આદમીને ઉતારા મેળવવા ભારે યાતના વેઠવી પડે છે. આવા તત્વોને જાણે છુટો દોર મળી ગયો હોય તેમ તેઓ ગરજવાન અરજદાર પાસેથી ખૂલ્લેઆમ રૂ. ૫૦ થી ૧૦૦ લઇ ઉતારા કઢાવી આપે છે. આ બધુ તંત્ર જાણે છે છતાં મૂકપ્રેક્ષક બની જોઇ રહ્યું છે.

ત્રણ વાર ધક્કા ખાધા પણ ઉતારો ન મળ્યો -

આ અંગે ખેડૂત રામજીભાઈએ જણાવ્યું કે, મારે પોતાની જમીનના ૭/૧૨ના ઉતારાની જરૂર હતી. ત્યારે કચેરીમાં ગયો તો બે વાર લાંબી લાઈનને કારણે મારો વારો ન આવ્યો અને એકવાર કમ્પ્યૂટરમાં ખામી હતી. આમ ત્રણ -ત્રણ વાર ગામડેથી ધક્કા ખાવા છતાં ઉતારાની નકલ મળી નહતી. આથી થાકીને મે એજન્ટને કામ સોંપ્યુ હતું. તો તેણે માત્ર એક જ દિવસમાં મારા હાથમાં ૭/૧૨ના ઉતારાની નકલ આપી દીધી હતી. તેના બદલામાં માત્ર રૂ. ૧૦૦ સાથે ઝેરોક્ષનો ખર્ચ અલગ આપ્યો હતો.

થાકીને લોકો એજન્ટના શરણે જાય છે -

આ અંગે ખેડૂત દિનેશભાઈ કમેજિળયાએ જણાવ્યું કે, ગામડેથી તાલુકા કક્ષાએ દાખલો લેવા માટે આવતા પહેલા તો એક દિવસનું ખેતીનું કામ બગડે છે. ઉપરાંત ભાડા સહિતનો ખર્ચ ગણીએ તો ૭/૧૨ના ઉતારાની એક નકલ મેળવવી ખુબ મોંઘી પડે છે. બીજું જાતે ઉતારાની નકલ મેળવવામાં સમય પણ વધુ જાય છે ત્યારે એજન્ટ પાસે કામ કરાવવાથી કામ ઝડપી બને છે. આથી ખેડૂતો નાછુટકે એજન્ટોનો સહારો લે છે. ૭/૧૨ના ઉતારાની કામગીરી વધુ ઝડપી બને અને અને ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે તંત્રે જ કડક કાર્યવાહી કરવી જોઇએ.
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
8 + 5

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment