ઓડુ પાસેના રણમાંથી બે ઘૂડખરના સૂરૉ નામના રોગથી કમકમાટીભર્યા મોત થયા હતાં ત્યારે બજાણા પાસેના રણમાં આવેલા કાળી તળાવ નજીકથી વધુ એક ઘૂડખરનું શબ મળી આવતા તંત્રમાં દોડધામ મચી છે.
મનુષ્યમાં મેલેરિયાનો રોગ જોવા મળે છે એવો ઘૂડખરમાં સૂરૉ નામના રોગના આક્રમણથી ઓડુ પાસેના રણમાં બે ઘૂડખરોના મોત થયા હતાં ત્યારે બજાણા રણના કાળી તળાવ પાસે એક ઘૂડખર તરફડિયા મારીને મોતને ભેટયું હતું. આથી અભયારણ્ય વિભાગનો સ્ટાફ તાકીદે બનાવના સ્થળે દોડી ગયો હતો.
આ બનાવ અંગે બજાણા અભયારણ્ય વિભાગના ફોરેસ્ટર ભરતભાઇ છાશિયાએ જણાવ્યું કે, બજાણા રણમાં કાળી તળાવ પાસે એક ઘૂડખરનું મોત થયું છે. આ મોતનું સાચું કારણ તો વેટરનિટી ડોક્ટર પાસે એનું પોસ્ટ મોર્ટમ કરાવ્યા બાદ જ ખબર પડી શકે.