વઢવાણ શહેરમાં જુગારની પોલીસે ઘોંચ વધારતા જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે શહેરના સ્મશાન અને કબ્રસ્તાનને જુગારીઓએ અડ્ડો બનાવ્યો છે. ત્યારે વઢવાણના કબ્રસ્તાનમાં જુગાર રમાતો હોવાની બાતમી પી.એસ.આઇ. પી.એમ.ચૌધરીને મળી હતી.
આથી ધર્મેન્દ્રસિંહ, પી.પી.પરમાર સહિતનાઓએ કબ્રસ્તાન પાસે વોચ ગોઠવી હતી. ત્યારે કબ્રસ્તાનમાં જાહેરમાં ગુડદી પાસાનો જુગાર રમતા રાજુભાઇ ગઢવી, ગોપાલભાઇ ભરવાડ, જયેશભાઇ કોળી, અશોકભાઇ દલવાડી અને અમીનાબેન મલેકને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.