જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનુ કાઉન્ટ ડાઉન શરૂ થતા જ રાજકીય પક્ષોમાં તોડજોડના રાજકારણની મોસમ શરૂ થઇ જવા પામી છે. જેમાં ગઢડા (સ્વામીના) તાલુકા પંચાયતના મહિલા
સભ્યે અગાઉ ભાજપમાંથી રાજીનામુ આપ્યા બાદ હવે સભ્ય પદેથી અને ગઢડા (સ્વામીના) આપી દેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગઢડા (સ્વામીના) તાલુકા પંચાયતની પડવડર ૧૫ સીટ ઉપર ગત ટર્મમાં ભાજપના ઉમેદવાર તરીકે મોટી લીડથી વિજેતા બનેલા મહિલા સદસ્ય ગૌરીબેન છગનભાઇ ડાભીએ અગાઉ ભાજપમાંથી રાજીનામુ આપ્યા બાદ હવે તાલુકા પંચાયતના સદસ્ય પદેથી તા.૨૬-૮-૧૦ના રોજ પાર્ટીના અસંતોષના કારણે લેખીત નિવેદનમાં જણાવ્યા મુજબ રાજીનામુ ધરી દીધુ હતુ. જેનાથી ગઢડાના રાજકીય માહોલમાં ગરમાવો આવી જવા પામ્યો છે.
જ્યારે બીજા બનાવમાં ગઢડા (સ્વામીના) શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે છેલ્લી બે ટર્મથી હોદો ધરાવતા સતુભાઇ ધાધલે કોંગ્રેસ સમિતિમાંથી રાજીનામુ ધરી દીધેલ હોવાનુ જાણવા મળેલ છે. તેમણે પોતાનુ રાજીનામુ જીલ્લા પ્રમુખ તથા શહેર કોંગ્રેસ પ્રમુખને મોકલી આપેલ હોવાનુ જણાવેલ છે. તાજેતરમાં પંચાયતની ચૂંટણીઓ પૂર્વે રાજકીય પક્ષોમાં તોડજોડનુ રાજકારણ શરૂ થયેલ હોય આ રાજીનામાથી તર્કવિતર્ક ફેલાવા પામેલ છે.