અક્ષરવાડી ખાતે આયોજિત પારાયણમાં પૂ.વિવેકસાગર સ્વામીનું મનનીય ઉદ્દબોધન
જીવન જીવવાની કળારૂપ મીકેનીઝમ જાણવાની જરૂર છે જેથી અટકેલુ જીવન આગળ જઈ શકે તેમ અક્ષરવાડી ખાતે પ.પૂજય પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં ચાલતી કઠોપનિષદની ૯માં દિવસની પારાયણને આગળ ધપાવતા પૂજય વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું.
તેઓએ ભગવાનને પામવાની સાધનાનું પ્રથમ પગથીયું સમજાવતા જણાવ્યું હતું કે ઈન્દ્રીયો અતિ બળવાન છે. તેનાથી બળવાન મન છે. અને તેનાથી બળવાન બુદ્ધિ છે. તેનાથી બળવાન બ્રહ્ન છે અને તેનાથી બળવાન પરબ્રહ્ન એટલે કે પરમાત્મા છે. કથા દરમિયાન પૂ.વિવેકસાગર સ્વામીએ શ્રોતાજનોને જોડાની રમુજી વાત કહી હસાવ્યા હતા.
દરમિયાન પ.પૂજય પ્રમુખ સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે હરિભક્તો માળા, પ્રદક્ષિણા, દંડવત જનમંગલના પાઠ, નર્જિળા ઉપવાસ, એક્ટાણા, પદયાત્રા, સ્વામિનારાયણ મંત્ર લેખન સહિતના ધાર્મિક કાર્યો કરી રહ્યા છે જ્યારે કેટલાક હરિભક્તોએ આજીવન જે-તે ખાદ્ય સામગ્રી ન ખાવાની પણ બાધા લીધી છે. અને હજી પણ આ તપશ્વર્યામાં હરિભક્તો જોડાઈ રહ્યા છે.