Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Surendranagar
 

ગોળીબાર કરનાર એકાઉન્ટન્ટ કટકીબાજ: કોન્ટ્રાક્ટરોનો આરોપ

 
Source: Bhaskar News, Surendranagar   |   Last Updated 12:48 AM [IST](11/02/2012)
 
 
 
 
Advertisement
 
- કોન્ટ્રકટરોએ પોલીસવડાને મળી આવેદનપત્ર આપ્યું

- પોલીસે આરોપીની ઓફિસ સીલ કરી રિવોલ્વર તથા ચાર જીવતા કારતૂસ જપ્ત કર્યા

- આરોપી વિરુદ્ધ ખૂની હુમલા અંગે ગુનો દાખલ

સુરેન્દ્રનગર માર્ગ મકાન વિભાગની કચેરીના ચીફ એકાઉન્ટન્ટે કોન્ટ્રાક્ટર પર ફાયરિંગ કરવાના બનાવને પગલે સનસનાટી ફેલાઇ છે ત્યારે એકાઉન્ટન્ટ દ્વારા બિલ પાસ કરવા માટે નાણાંની માગણી કરતો હોવાનો કોન્ટ્રાક્ટરોએ પોલીસવડા સમક્ષ આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. ફફડી ઉઠેલા કોન્ટ્રાક્ટરોએ પોલીસવડાને આવેદનપત્ર આપી સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ કરવા રજુઆત કરી હતી. જ્યારે પોલીસે આરોપી અધિકારી વિરુદ્ધ ખૂની હુમલાના ગંભીર ગુનો અંગેની કલમ અન્વયે ગુનો દાખલ કર્યો હતો.

સુરેન્દ્રનગર માર્ગ મકાન વિભાગમાં ચીફ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ઓ.પી.મીનાએ કોન્ટ્રાક્ટર દીપકભાઈ આસવાણી પર બે રાઉન્ડ ગોળીબાર કર્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. માર્ગ મકાન વિભાગ ખાતે આવેલી આરોપી ઓ.પી.મીનાની ઓફિસ સીલ કરી ફાયરિંગ કરવામાં આવેલી રિવોલ્વર તથા ચાર જીવતા કારતુસ પણ જપ્ત કરવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે ઘાયલ કોન્ટ્રાક્ટર દીપકભાઈ આસવાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ એકાઉન્ટન્ટ મીના વિરુદ્ધ કલમ ૩૦૭,૩૨૫,૫૦૪,૫૦૬, આર્મ એક્ટ ૨૭(૧) ૩૦-૧૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી હતી. તો બીજીબાજુ ચીફ એકાઉન્ટન્ટ મીનાની કનડગતનો ભોગ બનેલા કોન્ટ્રાક્ટરો શુક્રવારે માર્ગમકાન વિભાગની કચેરીએ ભેગા થયા હતાં. અને આ બનાવને વખોડી કાઢી ન્યાયિક તપાસ કરવા માટે પોલીસવડા રાઘવેન્દ્ર વત્સને આવેદનપત્ર આપ્યું હતું.

આ કોન્ટ્રાક્ટરોનાં જણાવ્યાનુસાર ઓ.પી.મીનાની કચેરીમાં માથાભારે છાપ હતી. રિવોલ્વર લઇને આવતો આ શખ્સ કોન્ટ્રાક્ટરનું બિલ પાસ કરવા માટે મનફાવે તેટલા પૈસા માંગતો હતો. અને જો પૈસા આપવામાં ન આવે તો બિલમાં રિમાર્ક કાઢીને પેમેન્ટમાં સહી કરતો ન હતો, બિલ પાસ કરાવવા કોન્ટ્રાક્ટર તકરાર કરે તો ધમકી આપતો હતો. અગાઉ પણ તેણે કેટલાંક કોન્ટ્રાક્ટરો સાથે પણ તકરાર કરી હતી.

માત્ર એકાઉન્ટન્ટ હોવા છતાં તે પોતાની જાતને માર્ગમકાન વિભાગની કચેરીનો સર્વેસવૉ માનતો હોવાનું પણ કોન્ટ્રાક્ટરોએ જણાવ્યું હતું. દોઢ વર્ષ પહેલા ઓ.પી.મીનાની સુરતથી સુરેન્દ્રનગર ખાતે બદલી થઇ હતી. સુરતમાં પણ તેની ફરિયાદો ઊઠી હોવાનું કોન્ટ્રાક્ટરોએ જણાવ્યું હતું.

મીના પાસે કરોડોની બેનામી સંપત્તિ..!

રોષે ભરાયેલા કોન્ટ્રાક્ટરોએ માર્ગ મકાન વિભાગની કચેરીમાં ઓ.પી.મીનાની કરમ કુંડળી જાહેર કરતા જણાવ્યું કે, મીના બિલ પાસ કરવા માટે કોન્ટ્રાક્ટરો પાસે ૫ થી ૭ ટકા પૈસા માંગતો હતો. ખાયકી માટે જાણીતા અધિકારી પાસે કરોડો રૂપિયાની બેનામી મિલકત છે. વડોદરામાં તાજેતરમાં જ તેણે R ૨.૫ કરોડનો આલશિાન બંગલો અને કારની ખરીદી કરી હતી. મીનાની આવક અને સંપત્તિની વિગતો મેળવવામાં આવે તો કરોડોનું કાળું નાણું બહાર આવે તેમ હોવાનું કોન્ટ્રાક્ટરોએ જણાવ્યું હતું.

મીના વિરુદ્ધ કરપ્શન એક્ટ મુજબ કાર્યવાહી: ડીવાયએસપી

કોન્ટ્રાક્ટરોએ આવેદનપત્ર આપ્યા બાદ પોલીસવડા રાઘવેન્દ્ર વત્સે જણાવ્યું કે, આ કેસની સંપૂર્ણ ન્યાિયક તપાસ કરવામાં આવશે. ફરિયાદીએ પૈસા માંગ્યાની વિગતો જણાવી છે. જેના આધારે આરોપી ઓ.પી.મીના વિરુદ્ધ કરપ્શન એક્ટ મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવશે. જેમાં કોન્ટ્રકટરોનાં પણ નિવેદનો લઇને કાર્યવાહી કરવામાં આવશે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.