- બોર્ડની પરીક્ષા આડે સાત દિવસ બાકી, વિદ્યાર્થીઓની સજ્જતા સાથે સ્વસ્થતા પણ જરૂરી
તણાવ,ઉદ્વેગ,ઉચાટથી મુક્ત રહો,સ્વસ્થ રહો તેવી સલાહો બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને મળતી રહે છે પરંતુ અતિઆનંદનો આવેગ પણ યોગ્ય નથી. બને તેટલાં સ્થિર રહેવું આવશ્યક છે. હવે જ્યારે એક અઠવાડિયું બાકી છે ત્યારે વિદ્યાર્થીઓ માટે કેટલીક અગત્યની ટિપ્સ શિક્ષકો,શાળા સંચાલકો આપી રહ્યા છે. કારકિર્દી માટે મહત્વની એવી આ પરીક્ષાઓના કોઠાને કેમ પાર કરવો તેની સલાહો ઉપયોગી નિવડી શકે.
નવું ન વાંચો, ઊંઘ કરો,વિચારોમાં ન સરી પડો –
- તમે શું નથી જાણતા એ નહીં,શું જાણો છો તેની આ કસોટી છે
- જો મન તાણ અનુભવે,વિચારે ચડી જાય તો થોડો સમય વાંચવાનું બંધ કરી આંખ બંધ કરી ઊંડા શ્વાસ લઇ લેવા
- ફળ, દૂધ જેવો પૌષ્ટિક આહાર લેવો
- આ સમયમાં ભય,ગુસ્સો,ઇષ્ર્યા,ચિંતા થી દૂર રહો સાથે જ અતિઆનંદ કે વધુ પડતી હળવાશ-નિષ્ફિકરપણું પણ ન રાખો
- ઊંઘના કલાકોમાં કાપ ન મૂકો
- હવે કોઇ નવો પ્રશ્ન કે પ્રકરણ શરૂ ન કરો
- કોઇ પ્રશ્ન તૈયાર ન હોય અને જો જાણવા મળે કે પરીક્ષામાં આવશે તો પણ છેલ્લે છેલ્લે તે તૈયાર ન કરશો,અફવાઓથી દૂર રહેજો - વિપુલ પાનેલિયા (સ્કૂલ ઓફ સાયન્સ)
કલ્પનાઓ ન કરો,એકાગ્રતા જાળવો
- પરીક્ષામાં નહીં આવડે, પેપર અઘરું નીકળશે તેવી કલ્પનાઓ છોડી દો
- કાલ્પનિક ભયને લીધે મગજ ચકરાવે ચડશે
- આવડે છે તેને યાદ કરતાં રહો
- આ તો મને નહીં જ આવડે તેવું મનમાં ન ધારો,આમાં તૈયારી જરૂરી નથી તેવું પણ ન ધારો
- જેવું વિચારશો એવું થશે, એટલે નકારાત્મક નહીં જ વિચારવાનું
- વાસ્તવિક અવરોધો જેટલા જ કાલ્પનિક અવરોધ નુકસાન કરે છે
- મને યાદ રહેતું નથી,મને સમજાતું નથી તેવી વાતો ઘોળે ન રાખો ગિજુભાઇ ભરાડ