શહેરના શિપબ્રેકિંગ વ્યવસાયકારોને ત્યાં અગાઉ પડેલા દરોડામાં આંગડીયા પેઢી દ્વારા થયેલા શંકાસ્પદ વ્યવહારોની ચકાસણી અર્થે આજે ભાવનગરની પાંચ આંગડીયા પેઢી પર સેન્ટ્રલ એક્સાઇઝના ડીજીસીઆઇ વિભાગે દરોડા પાડી શંકાસ્પદ સાહિત્ય કબજે લીધું છે.
આંગડીયા પેઢી હસ્તક શિપબ્રેકિંગ પેઢીઓ રોકડા નાણાની હેરફેર કરતી હોવાની અને ચોપડે વ્યવહારો તથા બિલ ફાડ્યા વિના કરવામાં આવી રહેલા વ્યવહારોથી તંત્રને કરોડો રૂપિયાની ટેક્સની રકમનો ચૂનો લગાડવામાં આવી રહ્યો હતો.
અગાઉ સ્ટીલ અને શિપબ્રેકિંગ પેઢીઓ પર એક્સાઇઝ વિભાગે કરેલા દરોડામાં રોકડ નાણાની હેરફેર માટે શંકાની સોય આંગડીયા પેઢીઓ તરફ તાંકવામાં આવી રહી હતી. આજે પાંચ પેઢીઓમાં રેડ કરવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.