બોર્ડની પરીક્ષાનાં નગારાં હવે તો સાવ આંગણે સંભળાઇ રહ્યાં છે. ૪૮ કલાક પછી તો જીવનનો આ નિર્ણાયક,મહત્વનો તબક્કો શરૂ પણ થઇ ગયો હશે. બોર્ડની પરીક્ષા આવે અને રાજકોટનું શિક્ષણજગત તો જાણે અલગ રંગમાં આવે કારણ કે છેલ્લા પાંચ -છ વર્ષમાં બોર્ડમાં ટોપટેનમાં રાજકોટનો રંગ છવાય છે, દેખાય છે. વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી તો સરસ રીતે કરી છે.
કોર્સ તો ક્યારના પૂર્ણ થઇ ગયાં, રિવિઝન પણ બબ્બે વખત થઇ ગયાં હવે તો બસ પેપર આવે અને ફટાફટ જવાબો લખીએ. શિક્ષકોનું માર્ગદર્શન,વિદ્યાર્થીઓની પોતાની મહેનત, વડીલોના આશીર્વાદ અને ઇશ્વરની કૃપા એ બધું ભેગું થાય પછી તો આનંદદાયક પરિણામ જ હોય ને!
પરંતુ એ પરીક્ષાની તૈયારી જેમ ચોપડીઓ દ્વારા થાય તેમ અન્ય તૈયારીઓ પણ હોય, તો શું કરશો પરીક્ષાખંડમાં ભલે વિદ્યાર્થીઓ તેમને ટાઇમ અત્યારે છાપાં વાચવાનો ન હોય પરંતુ આટલું તો વાંચી જ જજો,અને વાલીઓ તમે પણ!
છેલ્લે આટલું ધ્યાન રાખજો -
- નંબરની સ્લીપ ભૂલવી નહીં, ભૂલી જવાઇ હોય તો ગભરાવું નહી,ખંડ નિરીક્ષકને જાણ કરવી