છેલ્લા કેટલાક સમયથી લગભગ દરરોજ અખબાર ખોલતાની સાથે જ એકલ-દોકલ કે સામૂહિક આપઘાતના સમાચાર વાંચવા મળે છે ત્યારે તા. ૧૦ સપ્ટેમ્બરે સ્યુસાઈડ પ્રિવેન્શન ડે એટલે કે આત્મહત્યા રોકવાના દિવસે આપણા સમાજે આત્મહત્યાના પરબિળો, તે માનવીમાં અગાઉ જોવા મળતા શારીરિક અને માનસિક ફેરફારો જાણી લેવા જોઈએ અને જો તેમાં સામેની વ્યક્તિ સફળ થાય તો આત્મહત્યા કરવા જતાં વ્યક્તિને રોકી શકાય છે.
છેલ્લા આંકડા મુજબ આપણા દેશમાં દર બારમી મિનિટે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે.
એક તારણ અંગે ભાવનગર મનોચિકિત્સક ડૉ. શૈલેષ જાની જણાવે છે કે, સ્ત્રીઓ આત્મહત્યાનો પ્રયાસ વધારે કરે છે. જ્યારે પુરૂષો આત્મહત્યા કરવામાં વધુ સફળ થાય છે. સામાન્ય રીતે આત્મ હત્યાનો પ્રયત્ન કરનાર દર ચાર પૈકી ત્રણ વ્યક્તિ સ્ત્રી હોય છે. આપઘાતના ૧૦ થી ૧૫ પ્રયત્નોમાંથી એકમાં વ્યક્તિ સફળ થાય છે.
ઘણી વ્યક્તિઓ પોતાની જિંદગીમાં આત્મહત્યા કરવા વિચારે છે અને તે વિચારે છે કે તેની તકલીફ કાયમી છે અને મૃત્યુથી તે નિવારી શકતો નથી, હતાશામાંથી બહાર નહી આવતો, પોતાની જાત ઉપરથી કાબૂ ગુમાવી બેસે છે ત્યારે તે આત્મહત્યા કરવા તરફ જઈ શકે છે. આવા વ્યક્તિને ઓળખી તેની શક્ય તેટલી મદદ કરવી જોઈએ.
આત્મહત્યા તરફ જતી વ્યક્તિને તમે ખુલાસા અને આત્મહત્યા અંગેના કારણોની ચર્ચા કરવી જોઈએ. શાંત ચિત્તે તેને સાંભળી તેની લાગણીની કદર કરવી જોઈએ. તેને ચેલેન્જ ન કરો, તેનામાં રસ લેવો જોઈએ અને જરૂર પડે તો મનોચિકિત્સકનો સંપર્ક કરવો જોઈએ.
તો તે આત્મહત્યા કરી શકે છે...
• આત્મહત્યાની વાત કરે
• ઉંઘ અને ભૂલ ઓછા થઈ જાય
• તેના વર્તનમાં ફેરફાર થઈ જાય
• મિત્રો/સગા-વ્હાલાને મળવાનું ટાળે
• કામ-ધંધો, ઓફિસમાં રસ ન લે
• વ્યસન શરૂ થઈ જાય અથવા તો વધી જાય
• ભૂતકાળમાં આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ
• વીલ બનાવવાનું કહે
• વધુ પડતું જોખમ ઉઠાવે