Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Porbandar
 

પોરબંદરમાં સતત બીજે દિવસે વીજ ચેકીંગનો ધમધમાટ

 
Source: Bhaskar News, Porbandar   |   Last Updated 1:43 AM [IST](03/02/2012)
 
 
 
 
Advertisement
 
- રાણાવાવ કુતિયાણા બાદ પોરબંદરનાં કોસ્ટલ વિસ્તારનાં ગ્રામ્ય પંથકમાં સપાટો : વીજચોરોમાં ફફડાટ

- પી.જી.વી.સી.એલ.એ હજારો મીટર ચેક કરી ૧૭૬ કેસ નોંધ્યા : ૧૪.૩૧ લાખની વીજ ચોરી ઝડપાઇ


પોરબંદર જિલ્લામાં આજે સતત બીજે દિવસે પણ વીજ ચેકિંગ ટુકડીએ સપાટો બોલાવી દીધો હતો. રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં ચેકિંગ બાદ આજે પોરબંદરના કોસ્ટલ વિસ્તારના ગ્રામ્ય પંથકમાં વજિ ચેકિંગ કરી સપાટો બોલાવી દેતા વિજ ચોરોમાં ભર શિયાળે પસીના છુટી ગયા હતા. બે દિવસમાં પી.જી.વી.સી.એલ. એ હજારો મીટર ચેક કરી ૧૭૬ કેસ નોંધ્યા હતા. જેમાં ૧૪.૩૧ લાખની વીજ ચોરી ઝડપાઈ હતી.

ઘણા લાંબા સમય પછી પોરબંદર જિલ્લામાં વીજ તંત્રએ અચાનક જિલ્લાભરમાં અલગ-અલગ ૪૪ ટીમો ઉતારી વીજ ચેકિંગ હાથ ધરતા વજિ ચોરો સ્તબ્ધ થઈ ગયા હતા. જિલ્લામાં બેરોકટોક ચાલતી વજિ ચોરીને ડામવા રાજકોટની પી.જી.વી.સી.એલ. ની રીજીયોનલ કચેરીના હૂકમના આધારે પોરબંદર પી.જી.વી.સી.એલ. ની ૪૪ થી પણ વધુ ટુકડીઓએ પ્રથમ દિવસે રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં સપાટો બોલાવ્યા બાદ આજે પોરબંદર તાલુકાના કોસ્ટલ વિસ્તારમાં આવેલા ગોસાથી લઈને માધવપુર સુધીના ગ્રામ્ય વિસ્તારમાં અને બગવદર તાબા હેઠળ આવતા અનેક ગામડાઓમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા બે દિવસમાં હજારો મીટરો ચેક કર્યા હતા.

જેમાં ગઈકાલે રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં ૮૪ જેટલા કેસ કરી R ૬ લાખ રર હજારની વીજ ચોરી ઝડપી પાડી હતી. ત્યારે આજે પોરબંદરના કોસ્ટલ વિસ્તારમાં આવેલા ગામડાઓ ખુંદી ૯ર કેસ કર્યા હતા. જેમાં R ૭.૧૯ લાખની વીજ ચોરી ઝડપી લીધી હતી. કુલ મળી બે દિવસમાં પી.જી.વી.સી.એલ. એ ૧૭૬ કેસ નોંધી ૧૪.૩૧ લાખની વજિ ચોરી ઝડપી લીધી હતી.

જો કે પી.જી.વી.સી.એલ. ના દરોડામાં માત્ર રહેણાંક વિસ્તારમાં જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખરેખર કોમર્શીયલ વિસ્તારમાં પણ ચેકિંગ કરાયું હોત તો ત્યાંથી મસ મોટી રકમની વીજ ચોરી ઝડપાઈ આવત. વીજ ચેકિંગની ટુકડીઓએ ભરશિયાળે કડકડતી ટાઢમાં ચેકિંગ હાથ ધરતા વીજ ચોરોને શિયાળામાં પણ ઉનાળાનો અહેસાસ થઈ ગયો હતો. જો કે લાંગરીયા વીજ ચોરોને ગઈકાલે જિલ્લામાં ચેકિંગ શરૂ થયું હોવાની માહિતી મળતા લાંગરો ખેંચી લીધી હતી. તેથી ટુકડીઓથી પુરતી કામગીરી કરી શકાઈ ન હતી.

અત્રે ઉલ્લેખનીય છેકે, બે દિવસથી રાણાવાવ કુતિયાણા અને પોરબંદરમાં વીજ ચેકિંગ ટુકળીઓ ત્રાટકતા વીજચોરોમાં ફફાડાટ વ્યાપી ગયો છે. હજુ પણ આગામી દિવસોમાં વીજટીમ અન્ય વિસ્તારોમાં ત્રાટકે તેવી સંભાવનાં છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.