શહેર તથા આસપાસના વિસ્તારમાંથી ૧૨ લાખની ઝડપાયેલી ચોરી
વીજતંત્ર દ્વારા ગારીયાધાર શહેર તથા જિલ્લાને નિશાન બનાવી રૂ.૧૨ લાખની ગેરરીતિ ઝડપી પડાતા વીજચોરોમાં ફફડાટની લાગણી વ્યાપી ગઇ છે.
પ્રાપ્તવિગતો મુજબ પીજીવીસીએલ સર્કલ કચેરી ભાવનગર દ્વારા ગારીયાધાર શહેર તથા આસપાસના ગ્રામ્ય પંથકમાં વીજ દરોડા પડાયા હતા. ૨૯ ટીમો પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. જેમાં રહેણાંકી ૮૯ કોમર્શીયલ એક અને ખેતીના ત્રણ વીજજોડાણોમાંથી અનુક્રમે રૂ.૧૧.૪૩ લાખ, ૧૦ હજાર અને ૫૦ હજાર મળી કુલ ૧૨.૦૩ લાખ ગેરરીતિ ઝડપાઇ હતી.
કુલ ૮૩૩ પૈકી ૯૩ વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા વીજચોરોમાં ફફડાટની લાગણી વ્યાપી ગઇ હતી. દરેકને સ્થળ પર દંડ સાથે બીલ ફટકારવામાં આવ્યા હતા.