- એક છેડે કોઈની જિંદગી બચે છે અને એક છેડે નિસાસો સંભળાય છે
બિઝનેસમાં તમારી ફરજને વફાદાર રહેવા માટે ક્યારેક પરિવારને પણ અન્યાય કરવો પડે છે પણ તમારૂ એ બલિદાન અંતે તમને લાભદાયી નિવડે છે.
મેનેજમેન્ટ ગુરુઓનું કહેવું છે કે ધંધામાં માત્ર તનથી નહીં મનથી જોડાવવું પડે. જો તમે ઓફિસમાં હો અને મન પારિવારિક સમસ્યામાં અટવાયેલું હોય તો તમે તમારી ફરજને ન્યાય નહીં આપી શકો.
સંસારમાં પણ આવું જ છે. સંસારમાં ખુબ આદરભર્યું સ્થાન મેળવનારાઓમાં ડોક્ટરોનો પણ સમાવેશ થાય છે. ડોક્ટરોની ફરજ એવી હોય છે કે તેને ૨૪ કલાક દર્દીઓની સેવામાં તેનાત રહેવું પડે છે.
દવાખાનામાંથી ઘરે પહોંચીને હજી જમવાની શરૂઆત કરતા હોય ત્યાંજ મોબાઈલ રણકે છે ને ઈમરજન્સી વઝિીટમાં જવું પડે છે. રાત્રે હજી માંડ આંખ મીંચાણી હોય ત્યાં ફોનની ઘંટડી રણકે છે પોતાની સાથે પરિવારની પણ ઊંઘ બગડે છે અને અડધી રાત્રે વઝિીટમાં ગયેલા સાહેબને ઘણીવાર સવાર સુધી દર્દીની સેવામાં જ રહેવું પડે છે. ન્યુઝ ચેનલની જેમ ડોક્ટરોની સેવા ૨૪ધ્૭ સતત મળી રહે છે.
પોતાનો પતિ ડોક્ટર હોય એ કોઈપણ સ્ત્રી માટે ગૌરવપ્રદ બાબત કહેવાય પણ હમણા એક ડોક્ટરની પત્નીએ કહ્યું, ‘હું ભગવાન પાસે એવું માંગુ છું કે આવતા ભવમાં મને ડોક્ટરની પત્ની બનાવીશ નહીં’ આ કહેવા પાછળ એ સ્ત્રીની મનોવેદના સમજી શકાય તેવી છે.
ઓપરેશન થિયેટરની બહાર બેઠેલા દર્દીના સ્વજનોની વેદના સૌ જોઈ શકે છે પણ ચાર દીવાલની વચ્ચે રહેલી ડોક્ટરની પત્નીની વેદના કોઈ જોઈ શકતુ નથી.
એક ડોક્ટરની પત્નીએ કહ્યું અમારે ક્યાંય બહાર જવાનું હોય તો ઝટપટ તૈયાર થઈ કારમાં બેસી જઈએ છીએ રખેને કોઈ ફોન આવે અને ઈમરજન્સીમાં એમને જવું પડે તો. આવા ભયથી સતત ફફડતા હોઈએ છીએ. એમની સ્થિતિ કદાચ અમે સમજી શકીએ પણ બાળકોને સમજાવવું અઘરૂં પડે છે.
રામાયણમાં રામની સાથે વનવાસે ચાલી નીકળેલા લક્ષ્મણના ભાતૃભાવના બધા ગુણગાન ગાય છે એજ રીતે ગૌતમના ગૃહત્યાગને બધા બિરદાવે છે પણ લક્ષ્મણની પત્ની ઉર્મિલા કે ગૌતમની પત્ની યશોધરાના પતિવિયોગની વેદનાની કોઈ નોંધ પણ લેતુ નથી. આવું જ ડોક્ટરની પત્ની માટે છે. સમાજમાં ડોક્ટરને મળતા માન-પાન પાછળ તેમની પત્નીના બલિદાનની પણ કદર થવી જોઈએ.
આાલોકોના મૌન ચિત્કારનો અવાજ કોઈને સંભળાતો નથી. આપણે ડોક્ટર વિના ચલાવી ન જ શકીએ પણ ડોક્ટરને જરૂર ન હોય ત્યારે એમના અંગત સમયે પરેશાન ન કરીએ એટલું તો જરૂર કરી શકીએ. - તારક શાહ
યુવતીને પેટ્રોલ પંપની બહાર જ સ્કૂટર પર કેમ ઉતારી દેવામાં આવે છે ?
કારણ કે પેટ્રોલપંપ પર બોર્ડ હોય છે કે આગ લાગે કે લગાડે તેવી ચીજોને બહાર રાખો.
(પ્રેષક : જયંત રાઠોડ (ભાવનગર)