સ્વામીબાપા માંદા પડે ત્યારે તેઓ શું કરે છે ? માંદગીમાં તો સ્વામીબાપા ઊલટા વધારે ભક્તિમય બને છે !માંદગીને જ્ઞાન વધારવાની તક ગણે ! શાસ્ત્રો-ગ્રંથોનું શ્રવણ કરવામાં જ બધો સમય ગાળે ! એક વખત સ્વામીબાપા ખૂબ બીમાર પડ્યા હતા. આખો દિવસ પથારીમાં સૂઈ રહેવાનું ! એ કાંઈ એમને પોસાય ?
સ્વામીબાપાએ સંતોને શાસ્ત્રો અને સત્સંગનાં પુસ્તકો વાંચી સંભળાવવા કહ્યું. એક વખત સેવક સંત ગ્રંથ વાંચતા હતા. સ્વામીબાપા આંખો બંધ કરી સાંભળતા હતા. વાંચતા વાંચતા એક હરભક્તિનું નામ વાંચવામાં સંતની ભૂલ થઈ. તરત જ સ્વામીબાપાએ તેમને રોક્યા. સુધારો કરાવ્યો.
સ્વામીબાપા સાંભળવામાં કેટલા સજાગ કેવી એમની સાવધાની ! વળી, વાંચન આગળ ચાલ્યું. આંખો મીંચીને સ્વામીશ્રી શ્રવણમાં લીન થઈ ગયા. થોડાક સમય પછી સેવક સંતને મનમાં થયું કે સ્વામીબાપાને નિદ્રા આવી ગઈ લાગે છે. આથી ખૂબ ધીમેથી એમણે પુસ્તક બંધ કર્યું અને ઊભા થઈ સ્વામીબાપાને નિદ્રા આવી ગઈ લાગે છે.
આથી ખૂબ ધીમેથી એમણે પુસ્તક બંધ કર્યું અને ઊભા થઈ સ્વામીબાપાને નિદ્રામાં ખલેલ ન પડે એ રીતે હળવા પગલે બહાર જવા લાગ્યા. ત્યાં તો સ્વામીબાપનો અવાજ સંભળાયો : ‘તમે જાઓ છો?’ સંત પાછા વળ્યા. સ્વામીબાપા મરક મરક હસી રહ્યા હતા. ગ્રંથનું શ્રવણ કરવા માટેની તીવ્ર ઈચ્છા એમની આંખોમાં દેખાતી હતી. સ્વામીબાપા તો જાગતા જ હતા ! એમણે ખૂબ ધ્યાનથી બધું જ સાંભળ્યું હતું !