Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Amreli
 

અનોખા વિવાહ: જુઓ આમની જાન જોવા તો ટોળેટોળા ઉમટ્યાં

 
Source: Bhaskar News, Bagasara   |   Last Updated 10:38 AM [IST](10/02/2012)
 
 
 
 
 

- બગસરા પંથકમાં ઇકોફ્રેન્ડલી નવતર જાન - પર્યાવરણને નુકશાન ન થાય તે માટે માંડવડાના યુવાનની જાનમાં ફટાકડા ન ફોડાયા કે ડીજેનો અવાજ ન ગુંજ્યો

બગસરા તાલુકાના માંડવડા ગામેથી આજે વાજતે ગાજતે એક યુવકની ઇકો ફ્રેન્ડલી જાન જેઠીયાવદર પહોંચી. આ યુવાન શણગારેલા ગાડામાં છ કિમી દુર પરણવા તો પહોંચ્યો પણ પર્યાવરણને નુકશાન ન થાય તે માટે ન કોઇ ફટાકડા ફોડયા કે ન ડીજેની ધુમથી અવાજનું પ્રદુષણ ફેલાવ્યું. આ નવતર જાનને જોવા લોકો ટોળે વયા હતા.

લગ્નગાળાની સિઝન ચાલી રહી છે ત્યારે બગસરા પાસેના મોટા માંડવડા ગામના એક યુવાને આજે પોતાના લગ્ન પર્યાવરણને નુકશાન કર્યા વિના ઇકો ફ્રેન્ડલી રીતે પુર્ણ કર્યા હતા.એટલુ જ નહી લગ્ન પાછળ લખલુંટ ખર્ચ કરી પર્યાવરણને નુકશાન પહોંચાડતા લોકોને એક બોધ પણ પુરો પાડયો હતો. મોટા માંડવડાના રોનકભાઇ કયાડાના લગ્ન આજે યોજાયા હતા.

આ યુવાને પોતાના લગ્ન સામાન્ય રીતે અથવા ભવ્ય રીતે યોજાઇ તેના બદલે ઇકો ફ્રેન્ડલી રીતે યોજાઇ તેવો નિર્ધાર પહેલેથીજ કર્યો હતો. આ વિચાર તેણે ગામ સમ-ા રજુ કરતા ગામલોકોએ પણ તેને વધાવી લીધો હતો. આજે મોટા માંડવડાથી ૩પ જેટલા શણગારેલા ગાડામાં આ યુવકની જાન નીકળી હતી. જાન અહીથી છ કિમી દુર આવેલા જેઠીયાવદર ગામે પહોંચી હતી.

વરરાજા રોનક કયાડાએ જણાવ્યુ હતું કે ગાડામાં જાન જોડી તેણે પેટ્રેલ ડિઝલનો પણ બચાવ કર્યો હતો. આ ઉપરાંત ફટાકડા નહી ફોડી, ડીજેનો દેકારો નહી કરી પ્રદુષણ ફેલાતુ પણ અટકાવ્યું હતું. જો કે અહી સીદીઓના ઢોલ વગાડવામાં આવ્યા હતા.

લોકો જાન જોવા ટોળે વળ્યા

રોનક કયાડાની ઇકો ફ્રેન્ડલી જાન શણગારેલા ગાડામાં છ કિમી દુર જયારે જેઠીયાવદરના પાદરમાં પહોંચી ત્યારે જાન જોવા લોકોના ટોળેટોળા ઉમટયા હતા. દેખાડો,ભપકો, પર્યાવરણને હાની, દેકારો જેવા દુષણો આજની લગ્નવિધીમાં ઘર કરી ગયા છે ત્યારે આ જાને નવી પ્રેરણા પુરી પાડી હતી.

વરરાજાએ જાતે ગાડુ ચલાવ્યું

જાનૈયાઓની સાથેસાથે વરરાજા પણ જાતે જ ગાડામાં બેસી જેઠીયાવદર પહોંચ્યા હતા.એટલુ જ નહી રોનક કયાડાએ પોતે જાતે જ ગાડુ હંકાર્યુ હતું.

મહિ‌લાઓએ ઇકો ફ્રેન્ડલી જાનના ગીત ગાયા

સામાન્ય રીતે લગ્નવિધી દરમિયાન મહિ‌લાઓ વર્ષોથી લોક જીભે ચાલ્યા આવતા ગીતો ગાતી હોય છે પરંતુ જેઠીયાવદરમાં માંડવામાં બેઠેલી મહિ‌લાઓ લગ્નગીતોમાં ઇકો ફ્રેન્ડલી જાનને પણ જોડી દીધી હતી. '' માંડવડાથી જેઠીયાવદર આવી રૂડી ઇકો ફ્રેન્ડલી જાન’’ ગીતે સૌનુ જાન ખેંચ્યું હતું.

નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.