Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> City Bhaskar Bhavnagar
 

તમે તમારી પત્ની સાથે બેધડક જુઠ્ઠુ બોલો છો ?

 
Source: Tarak Shah, Bhavnagar   |   Last Updated 4:52 AM [IST](06/04/2011)
 
 
 
 
 
- વ્હેમ એ અધુરા પ્રેમની નિશાની છે. પ્રેમની પહેલી શરત વિશ્વાસ છે
- ઝગડાથી ડરીને ખોટુ બોલવાને બદલે પરિસ્થિતિનો સામનો કરી સત્યને સ્વીકારો


કાંટો સે દામન ઉલજાના
મેરી આદત હૈ,
દિલમેં પરાયા દર્દ બસાના
મેરી આદત હૈ,
જિન કો દુનિયાને ઠુકરાયા હૈ
ઐસે લોગો કો અપનાના
મેરી આદત હૈ.


બિઝનેસમાં ગ્રાહકોને માર્કેટિંગ દ્વારા પ્રલોભન આપતા સમયે સત્યને પણ સાથે રાખવું. કોઈ બાબતે ગ્રાહકને પાછળથી છેતરાયાની લાગણી થાય તેવું વર્તન કરવું નહીં.

મેનેજમેન્ટ ગુરૂઓનુ માનવુ છે કે ધંધામાં એજન્ટને કે ગ્રાહકને અવિશ્વાસ ઊભો થવો ન જોઈએ. વ્યવહાર પારદર્શક અને સરળ હોવો જોઈએ જેથી એક બીજામાં વિશ્વાસ ટકી રહી તો ધંધાનો વિકાસ થાય છે.
સંસારમાં પત્નીને અવિશ્વાસ ઊભો થાય તેવું વર્તન પતિએ ક્યારેય કરવું ન જોઈએ દાંમ્પત્ય જીવનમાં અરસપરસનો વિશ્વાસ જ મહત્વનો છે.

એક યુવતી એ કહ્યું, ‘મારા પતિ પર મને સંપૂર્ણ વિશ્વાસ છે પણ એ એમની ઓફિસની મહિલા કર્મચારીઓની વાતમાં ક્યારેક એવું ખોટુ બોલે છે કે જેને કારણે મને મારા પતિ પર વિશ્વાસ ટકી રહેતો નથી.’ સૌથી પહેલા તો પતિ-પત્ની વચ્ચે સંવાદ હોવો જરૂરી છે. પતિ એ તેની ઓફિસની મહિલા કર્મચારી અંગેની કોઈ બાબત છુપાવી હોય તો તે બાબતે તેની સાથે સ્પષ્ટતા કરી લેવી જોઈએ. પણ સતત વ્હેમના કેમેરાથી જીવનસાથી ને જોઈએ તો વિશ્વાસ હોય તે પણ ડગમગી જાય છે.

વ્હેમ એ અધુરા પ્રેમની નિશાની છે. પ્રેમમાં ક્યારેય વ્હેમ કે શંકાને સ્થાન હોતુ નથી. પતિએ કોઈપણ પરિસ્થિતિમાં પણ પત્નીને હંમેશા સાચી બાબતો અંગે વાકેફ રાખવી જોઈએ. તમારી વાણી અને વર્તન એટલા પારદર્શક અને નિખાલસ હોવા જોઈએ કે જેના કારણે પત્ની સમક્ષ ક્યારેય ખોટુ બોલવાનો અવસર જ ન ઊભો થાય. એક ભાઈ અને તેની પત્ની વચ્ચે સતત ઝગડા ચાલુ રહેતા હતા. પણ બન્નેને ઝગડતા હોવા છતાં એક બીજા પર વિશ્વાસ હતો. તે ભાઈની પત્ની ગર્વથી બધાને કહેતી કે, ‘મારા પતિ ક્યારેય મારી સમક્ષ જુઠુ તો નહીં જ બોલે’ આ વિશ્વાસ જ પ્રેમની પારાશીશી છે.

ઘણા પતિઓ કહે છે કે ભાઈ બધુ સાચુ બોલવાથી ઘરે ઝગડાઓ વધે છે આથી ઝગડા ટાળવા માટે હું ખોટું બોલુ છું.
જુઠ એ આખરે જુઠ છે. તમે સારા હેતુથી બોલો કે ખરાબ હેતુથી બોલો પણ એકવાર જુઠુ બોલ્યા એટલે તમારા જીવનસાથીએ તમારામાં મુકેલો વિશ્વાસ તમે ખોઈ બેસો છો.

પરિસ્થિતિ ગમે તે ઊભી થાય એનો હિંમતપૂર્વક સામનો કરતા શીખો. ઝગડાથી ડરીને ખોટુ બોલવાને બદલે પરિસ્થિતિનો સામનો કરી સત્ય સ્વીકારતા શીખો.

તમે તમારી પત્ની આગળ જુઠુ બોલતા જ હશો. કારણ કે મોટાભાગના પતિઓને પત્ની આગળ જુઠુ બોલવાનો શોખ હોય છે. પણ પત્નીના વિશ્વાસને ટકાવી તમારા દામ્પત્યજીવનનો પાયો જો મજબૂત બનાવવો હોય તો સત્ય સ્વીકારતા શીખો.
એકવાર અસત્યને તિલાંજલી આપી સત્યનો સ્વીકાર કરો પછી જોજો જિંદગી જીવવા જેવી લાગશે ગેરેંટીથી...

બ્રેક ફાસ્ટ;

કોલેજ લાઈફ એટલે રિલાયન્સ જેવી ‘કરલો દુનિયા મુઢ્ઢીમેં’
બેચરલ લાઈફ એટલે એરટેલ જેવી ‘ઐસી આઝાદી ઔર કહાં ?’
એંગેજમેન્ટ પછી લાઈફ આઈડીયા જેવી
‘જો બદલ દે આપ કી દુનિયા’
મેરેજ પછી લાઈફ હચ જેવી
વેર યુ ગો અવર નેટવર્ક ફોલોઅપ્સ (તમારૂં નેટવર્ક પત્ની)
બાળકો થયા પછી લાઈફ બીએસએનએલ જેવી ઈસ
રૂટ કી સભી લાઈને વ્યસ્ત હૈ...
(પ્રેષક : શૈલી રાઠોડ (ભાવનગર)
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.