Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> City Exclusive Bhavnagar
 

જન્માક્ષર મળતા હોય તેવા દંપતીઓ પણ દુ:ખી હોય છે

 
Source: Tarak shah, Bhavnagar   |   Last Updated 2:06 AM [IST](23/12/2010)
 
 
 
 
 
- એકજ સ્થળે અને સમયે જન્મેલા સરખી જન્મકુંડળીવાળાની દશા પણ અલગ અલગ હોય છે
- સતકર્મોનો લગડી જેવો શેર હાથવગો હશે તો તમારા જીવનનો સેન્સેક્સ ઊંચો જ રહેશે


મેરે નસીબમેં તું હૈ કે નહિ
તેરે નસીબમેં મૈં હું કે નહિ
યે હમ ક્યા જાને...


બિઝનેસમાં નાણાની તરલતા એ મુખ્ય બાબત છે તમારો પ્રોજેક્ટ બેસ્ટ હોય પણ નાણાની ખેંચ હોય તો સો ટકા સફળતા મળતી નથી.

મેનેજમેન્ટ ગુરુઓ કહે છે ધંધો કરવો હોય તો પહેલા નાણાની વ્યવસ્થા અંગે વિચારવુ જ જોઇએ. તેની આગોતરી વ્યવસ્થા ન કરનારને ક્યારેક વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.
જેમ ધંધામાં નાણાની જરૂર છે તેમ સંસારમાં સતકર્મોની જરૂર છે. તમે સારા કાર્યો કરશો તો તેનુ તમને ચોકકસ ફળ મળવાનુ જ છે.

માણસની તકલીફ એ છે કે તે મુશ્કેલીના સમયે જ ઇશ્વરને યાદ કરે છે પણ તમારા સારા સમયમાં પણ સારા કાર્યો દ્વારા પૂણ્યની કમાણી ભેગી કરી લેવી જોઇએ.
આજે માણસ માટે જિંદગી જીવવુ અઘરૂ બની ગયુ છે. પૈસા મેળવવાની દોડમાં તે એટલો રચ્યોપચ્યો રહે છે કે તેને અન્ય કોઇ વસ્તુ માટે વિચારવાનો સમય જ નથી મળતો.
પણ જો તમે સતકર્મોની બેંકમાં ખાતુ ખોલાવ્યુ હશે તો એ અરઝ તમારા વિકટ સંજોગોમાં આ ભાથુ તમને ચોકકસ કામ લાગશે જ.

એક ભાઇ ને જયોતિષમાં બહુ વિશ્વાસ એ ભાઇ સતત તેના જયોતિષ એડવાઇઝરના સંપર્કમાં રહે અને તેની સુચના મુજબ કાર્યો કરે. જયોતિષ એ એક વિજ્ઞાન છે અને તેનો સદઉપયોગ થાય તો જ્ઞાનમાં વધારો પણ થાય છે. પણ જન્મકુંડળીના આધારે તમે તમારા ભવિષ્યને નિશ્વિત માનીને જ બેસી ન રહો.

એક જ સ્થળે, એક જ સમયે જન્મેલા બે બાળકોના જન્માક્ષર સરખા હોય છે. પણ એક મહેલમાં બિરાજતો કરોડપતિ બને છે. અને એક મંદિરની બહાર બેસતો ભિખારી બને છે. બન્નેના જન્મના ગ્રહો સરખા હોય છે પણ કર્મના સિદ્ધાંત મુજબ સ્થિતિ અલગ અલગ હોય છે.

પતિ-પત્નીના લગ્ન પહેલા કુંડળીનો મેળાપ પણ થાય છે અને ગુણાંક પણ સારા મળે છે. હવે તો કોમ્પ્યૂટર પણ આ કળા કરી આપે છે તેમ છતાં અનેક દંપતીઓના જીવન ડહોળાયેલા હોય છે. તેમાં જન્મકુંડળીનો વાંક નથી હોતો પણ તેની સાથોસાથ કર્મના ફળ પણ જવાબદાર છે.
તમે સત્કાર્યો કર્યા હશે તો તે તમને જેમ ઉપયોગી થવાના છે તેમ તમે કરેલી બુરાઇ પણ ક્યારેક તો તમને કોઇક રીતે નડવાની જ છે.

આમાં કોઇ અંધશ્રદ્ધાની વાત નથી. પણ કર્મના ફળની બીક રાખી સત્કાર્યો કરીએ એની વાત છે.
પરીક્ષા બોર્ડમાં પ્રથમ નંબર લાવનારની કુંડળી સાથે બીજા અનેક લોકોની કુંડળી મળતી જ હશે. તેમ છતાં માત્ર એજ વ્યક્તિનો બોર્ડમાં નંબર અને બીજાનો કેમ નહિ? આવા સવાલો આપણા મનમાં ઉઠવા જ જોઇએ અને તેનો જવાબ એ છે કે ‘આખા જગતનુ ભલુ થજો’ એવા શુભ ભાવ રાખી કર્મો કરો. જન્માક્ષર નબળા હશે તોય તમારા નસીબના ગ્રહો ફરી જશે. તમારી ઉન્નતિ અને પ્રગતિ થશે.

કોઇ કુંડળી, બાધા આખડી કે અન્ય કોઇમાં માનતા હો તો તે બાબતની શ્રદ્ધા અંગે કોઇ ટીકા ટપિ્પણ ન હોય પણ બધાની સાથોસાથ કર્મના ફળ પણ જવાબદાર હોય જ છે. એ એક બાબતને તો ધ્યાનમાં રાખજો જ.
આપણી ગાડી પાટા પરથી નથી ઉતરી તો ઓ.કે. પણ કર્મના બળે આપણે કોઇ જુદા ટ્રેક પર ચડી ગયા છીએ તો આજથી જ અટકી જવાનુ અને સતકર્મોની બચત કરવાનુ શરૂ કરવાનુ એ એવો લગડી જેવો શેર છે કે જેના કારણે તમારા જીવનનો સેન્સેક્સ ઉંચોને ઉંચો જવાનો જ....
- તારક શાહ

મંદિરની બહાર બેસતા એક ભિખારીને લોટરી લાગી અને રાતોરાત કરોડપતિ બની ગયો. એટલે એણે એક મંદિર બનાવ્યુ. કોઇકે પૂછયુ, ‘ભાઇ તે આ મંદિર કેમ બનાવ્યુ ? ’
એટલે ભિખારીએ કહ્યુ, ‘બસ હવે આ મંદિર આપણી માલિકીનુ અહિંયા હું એકલો જ
બહાર ભીખ માંગવા હવે બેસી શકીશ...
(પ્રેષક: જિમીત બધેકા (ભાવનગર)
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.