ધીરૂભાઇનાં આ ડેલામાં હવે તેઓનાં જીવનની તડકી-છાંયડી તાદ્રશ્ય થશે, બન્ને તરફ ફોટો ગેલેરી, એકમાં કુટુંબ અને બીજી તરફ કોર્પોરેટ સિદ્ધી, એ ફાનસ, એ તાંબાનો બંબો, રસોડામાં તાંબા-પિત્તળનાં જૂના વાસણો અને બાળપણમાં બા તથા બહેનને ઘરકામમાં મદદ માટે જેમાંથી પાણી ભરી લાવતા કુવાથી માંડીને ‘કરલો દુનિયા મુઢ્ઢી મે’ સુધી લોકો નિહાળી શકશે.
(તમામ તસવીરો : મીલાપ અગ્રાવત)