Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Junagadh
 

કોડીનારમાં દેવલપુર રોડનાં મુદ્દે ભાજપની નૌટંકી : કોંગ્રેસનો આક્ષેપ

 
Source: Bhaskar News, Kodinar   |   Last Updated 4:12 AM [IST](12/02/2012)
 
 
 
 
Advertisement
 
-ઇજનેર તરફથી કામ પૂર્ણ કરવાની લેખિત ખાત્રી અપાતા અનશન સમાપ્ત કર્યા હતા
-ભાજપનાં આગેવાનોએ ખેડૂતોનાં નામે આવેદનપત્ર આપી લોકોને ગુમરાહ કર્યા


કોડીનાર તાલુકા મથકે જવા માટે દેવલપુર એપ્રોચ રોડ એકમાત્ર રસ્તો છે. આ રોડ કામમાં ૪પ૦ મીટર જેટલા રોડનું કામ ઘણા લાંબા સમયથી અદ્ધરતાલ છે. ધારાસભ્ય ધીરસિંહભાઇ બારડે અવાર-નવાર પત્ર વ્યવહાર અને વિધાનસભામાં પણ પ્રશ્ન ઉઠાવવા છતાં રોડનું કામ પૂર્ણ થવા ન પામતાં જિ.પં. ના સદસ્ય જયાબેન વાળાએ મામલતદાર કચેરી સામે અનશન શરૂ કરતા અને પંચાયત માર્ગ-મકાન વિભાગનાં ના. કાર્યપાલક ઇજનેર તરફથી કામ પૂર્ણ કરવાની લેખિત ખાત્રી અપાતા અનશન સમાપ્ત કર્યા હતા.

પરંતુ આ આંદોલનનાં પગલે આ રોડની કામગીરી આજ દિન સુધી કોણે અટકાવી છે તે હકિકત ખૂલ્લી પડી જતા ભાજપનાં આગેવાનોએ ખેડૂતોનાં નામે આવેદનપત્ર આપી લોકોને ગુમરાહ કરવાનું નાટક ભજવી રહી હોવાનો કોંગ્રેસ તાલુકા પ્રમુખ ગોપાલભાઇ પી. બાંભણીયાએ આક્ષેપ કર્યો છે. ભાજપનાં સાંસદે જ ખેડૂતોની જમીન સંપાદન થઇ ગયેલ છે અને વળતર ચૂકવાઇ ગયેલ છે તેવા ખેડૂતોને ગુમરાહ કરી ભાજપનાં આગેવાનોએ સહકારી સંસ્થાનાં કર્મચારીઓ અને આગેવાનોએ બોલાવી આવેદનપત્ર આપી નૌટંકી કર્યાનો આક્ષેપ કર્યો છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.