સુરતમાં ગુન્હાના ક્ષેત્રમાં મોટું નામ ધરાવતો શખ્સ સિહોરમાં આવીને મોટું કામ કરવાની યોજના ઘડતો હતો. જેમાં સિહોર પોલીસે પોતાની પાસે રહેલ ફોટાના આધારે આ શખ્સને ઓળખી જતા જેમા રિલાયન્સના પેટ્રોલ પંપ પાસેથી તેને ઝડપી લેવાયો હતો.
પોલીસને છેલ્લા પાંચ વર્ષથી હાથતાળી આપનાર ડાભી અરવિંદ પોપટ ઉપર અનેક ગુન્હાઓનું તહોમતનામું હોયને જેને ઝબ્બે કરવા માટે એસ.પી. ચંદ્રશેખરની સુચનાથી, પાલિતાણા ડીવાયએસપી એચ. જ. ઝનકાર, પીએસઆઈ દેસાઈ, સ્ટાફના ધીરૂભાઈ ચૌહાણ, હરેશ મહેતાએ ખુંખાર શખ્સને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી હતી.