Advertisement
Home >> Saurashtra >> Latest News >> Junagadh >> Crime News Of Jaunagadh

જુનાગઢના ક્રાઇમ ન્યૂઝ: દર્શન કરી પરત ફરતી મહિલાનો ચેન ઝૂંટવાયો

Nimish Thakar, Junagadh | Jul 26, 2012, 16:23PM IST
 
 

દર્શન કરી પરત ફરતી મહિલાનો ચેન ઝૂંટવાયો
- કેશોદનાં એરપોર્ટ રોડ પર બે બાઇક ચાલકોએ કરી ચીલઝડપ


કેશોદમાં એરપોર્ટ રોડ પર પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મહાદેવજીનાં દર્શન કરી પરત ફરતી મહિલાનાં ચેનની બાઇક પર આવેલા બે શખ્સોએ ચીલઝડપ કરી હતી.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, કેશોદનાં પ્રભાતનગરમાં રહેતી નીમુબેન હરસુખભાઇ ખટારીયા નામની મહિલા ગત તા. ૨૩ જુલાઇનાં રોજ શ્રાવણ માસની પ્રથમ સોમવાર હોઇ એરપોર્ટ રોડ પર આવેલા રામેશ્વર મહાદેવનાં દર્શન કરી સાંજે ૭ વાગ્યાનાં અરસામં ઘેર પરત ફરી રહી હતી ત્યારે ચરક મીલ પાસે બે મોટરસાઇકલ ચાલકો તેની પાસે આવ્યા હતા અને નીમુબેને ગળામાં પહેરેલા રૂ. ૪૦ હજારની કિંમતનાં ૨૩ ગ્રામ સોનાનાં ચેનની ચીલઝડપ કરી નાસી ગયા હતા.
મોટરસાઇકલની નંબર પ્લેટ પરનાં અક્ષરો ઝાંખા હોઇ તે વાંચી શકાયા ન હોવાનું પણ નીમુબેને પોલીસ સમક્ષ જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસે નીમુબેનની ફરિયાદ લઇ તસ્કરોને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે. બનાવની તપાસ પીઆઇ બી. એમ.પટેલ ચલાવી રહ્યા છે.

- પ્લાસ્ટીકનાં બાસ્કેટની ઉઘરાણીમાં છરી મારી દીધી
- વેરાવળમાં મોડી રાત્રે પાનની દુકાને બનેલી ઘટના


વેરાવળમાં પ્લાસ્ટીકનાં બાસ્કેટ જેવી વસ્તુની ઉઘરાણીને લઇને બે મિત્રો બાખડી પડ્યા હતા. જેમાં એક મિત્રને બીજાને છરી ઝીંકી દીધી હતી. વેરાવળનાં ૬૦ ફૂટ રોડ ઉપર મોડી રાત્રે પાનની દુકાને આ ઘટના બની હતી.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, વેરાવળનાં ૬૦ ફૂટ રોડ ઉપર એસબીએસ કોલોનીમાં આવેલી બજરંગ સોસાયટીમાં રહેતા મનીષ છોટાલાલ પરમાર (ઉ.૩૦)ની માતા બાજુમાં જ રહેતા કલ્પેશ પરેશ ખારવાને ઘેરથી એક પ્લાસ્ટીકનું બાસ્કેટ ૧ માસ પહેલાં ઉછીનું લઇ ગયા હતા ત્યારબાદ તે પરત નહોતું આપ્યું.

ગત તા. ૨૪ જુલાઇએ રાત્રે ૧૧:૧૫ વાગ્યે કલ્પેશે મનીષ પાસે એ બાસ્કેટ પરત માંગ્યું. મનીષ કહે એ તો તૂટી ગયું આથી કલ્પેશે તેના પૈસાની ઉઘરાણી કરી. એ વાતમાં બંને વચ્ચે થયો ઝઘડો. પ્લાસ્ટીકનાં બાસ્કેટ જેવી બાબત એટલી વધી પડી કે, કલ્પેશે પોતાની સાથેનાં રાજેશ સૂયાણી સાથે મળી મનીષને છરી મારી દીધી આથી તેને ઘાયલ અવસ્થામાં સરકારી દવાખાને ખસેડવો પડ્યો હતો. બનાવ અંગે મનીષે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ કે. એલ. વીંઝૂડાએ તપાસ હાથ ધરી છે.

- શું જમાનો આવ્યો ? કોઇની સામે અરજી કરો તોય માર ખાવો પડે
- જૂનાગઢમાં ૩ શખ્સોએ યુવાનને છરી બતાવી ઝાપટ મારી દીધાની ફરિયાદ


જૂનાગઢ શહેરમાં એક જ વિસ્તારમાં રહેતા શખ્સ વિરૂદ્ધ પોલીસમાં અરજી આપનાર યુવાનને છરી બતાવી ઝાપટ મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢનાં ગિરનાર દરવાજા પાસે રહેતા સુરેશ શામજી સરવૈયા (ઉ.૩૫) નામનાં યુવાને તા. ૨૪ જુલાઇનાં રોજ પોલીસમાં એક અરજી આપી હતી. આથી ગોધાવાવની પાટીમાં રહેતા હાજી નુકાએ પોતાનાં ભાઇ અબ્દુલ નુકા અને ઉમલા નામનાં શખ્સને સાથે રાખી ગત તા. ૨૫જુલાઇનાં રોજ સાંજે ૭:૧૫ વાગ્યે સેજની ટાંકી પાસે સુરેશને આંતર્યો હતો અને તેને છરી બતાવી ઝાપટ મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવની તપાસ પીએસઆઇ બી. એચ. ટાટમીયા ચલાવી રહ્યા છે.
 
 
 

Your Opinion
 
 
Code:
10 + 2

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment