Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Porbandar
 

હુ..હુ..હુ..હુ...!!! પોરબંદરમાં ઠંડીનો સપાટો

 
Source: Bhaskar News, Porbandar   |   Last Updated 3:22 AM [IST](10/02/2012)
 
 
 
 
 
હુ..હુ..હુ..હુ... આવા સુસવાટા બોલાવતી ઠંડી છેલ્લા બે દિવસથી પોરબંદરમાં પડી રહી છે. લોકોએ સાડા ચાર દાયકા બાદ આવી કડકડતી ઠંડીનો અનુભવ કર્યો છે. છેલ્લા બે દિવસથી તો જાણે કાશ્મીરી વાતાવરણ સર્જા‍યું છે. સવાર થી લઈને સાંજ સુધી ઠંડીનું પ્રમાણ યથાવત રહેતા લોકો ત્રાહિ‌મામ પોકારી ઉઠયા છે. પોરબંદરમાં રીતસર ઠંડીએ કહેર વરસાવ્યો છે. લોકોને ફરજીયાત સ્વેટર-ટોપા પહેરીને આંટાફેરા કરવા પડે છે.

દરિયાકાંઠે વસેલા પોરબંદરમાં ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડીનો કહેર નહીંવત જોવા મળે છે, પરંતુ ગ્લોબલ વોર્મિંગને કારણે હવે દરિયાકાંઠાના શહેરો પણ ઉનાળામાં આકરા તાપનો અને શિયાળામાં કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે દિવસથી હાડને થીજાવતી ઠંડીએ કહેર વરસાવ્યો છે. નલિયા જેવા શહેર તો ઠંડુગાર બની જ ગયા છે સાથે અન્ય શહેરો પણ ઠંડીની આગોશમાં આવી ગયા છે. ચારો તરફ કાતિલ ઠંડીની ચર્ચાઓ થઈ રહી છે. ઠંડીથી બચવા લોકો સ્વેટર, ટોપા અને ધાબળા ઓઢીને ઘરમાં બેસી રહેવાનું પસંદ કરે છે.

સામાન્ય રીતે દરિયાકાંઠે કાતિલ ઠંડીનો અનુભવ થતો નથી, પરંતુ પોરબંદરમાં આ વર્ષે શિયાળાની સિઝનમાં તાપમાનનો પારો ૮ થી ૧૩ ની વચ્ચે જ જોવા મળ્યો હતો અને છેલ્લા બે દિવસથી તો ઠંડીએ કાળો કહેર વરસાવ્યો હોય તેમ ગઈકાલે ૬.૬ જેવું તાપમાન રહ્યું હતું અને આજે પારો વધુ ગગડીને ૪ ઉપર આવીને અટકી ગયો હતો. આવી કાતિલ ઠંડી ૧૯૬પ માં પડી હોવાનું જાણકારોનું કહેવું છે. ૪૭ વર્ષ બાદ આવી ઠંડીનો અનુભવ પોરબંદરવાસીઓએ કર્યો છે.

પોરબંદર શહેર અને જિલ્લામાં ઠંડી ઉપરાંત કાતિલ પવન પણ દિવસભર ફુંકાતો રહે છે. જેથી સ્વેટર, ટોપા ફરજીયાત બની ગયા છે. કાતિલ ઠંડીને કારણે સ્કૂલ કોલેજોમાં પણ છાત્રોની પાંખી હાજરી જોવા મળે છે. સવારના સમયે તો જાણે હિ‌મવર્ષા થતી હોય તેવો અનુભવ લોકો કરી રહ્યા છે. સાંજ ઢળતા જ રસ્તાઓ સુમસામ ભાસવા લાગે છે. પોરબંદરવાસીઓએ દાયકા બાદ આવી કડકડતી ઠંડીનો અનુભવ કરતા સૌ કોઈ સુસવાટા મારી રહ્યા છે.

આ વર્ષની ઠંડીની વાત કરીએ તો તાપમાન ૮ ડિગ્રી સુધી રહ્યું હતું. આ ઠંડીથી પણ લોકો તૌબા પોકારી ઉઠયા હતા ત્યારે તાપમાનનો પારો ૪ ડિગ્રીએ આવીને ઉભો રહેતા લોકોની હાલત શું થઈ હશે ? તે તો વિચારવાનું જ રહ્યું. ઠંડીને કારણે લોકો રાત્રે બહાર નીકળવાનું ટાળે છે.

સદ્નસીબે ઠંડીના કારણે ઠુંઠવાયાના કારણે કોઈનું મોત થયાનું બહાર આવ્યું નથી. એટલું ચોક્કસ કહી શકાય કે સાડા ચાર દાયકા બાદ પોરબંદર શહેરની પ્રજાએ આ કાતિલ ઠંડીનો અનુભવ કરીને આ તો ઠંડી કે શું ? તેવા શબ્દો સરી પડે છે. હજુ તો શનિવાર સુધી આવી કાતિલ ઠંડીનો અનુભવ થશે તેવું હવામાન ખાતાએ જણાવ્યું છે.

સવાર-સાંજ વોકિંગ કરનારાઓની સંખ્યામાં ઘટાડો

શિયાળાના સમયમાં ચુસ્તી-સ્ફૂર્તી માટે વોકિંગ કરનારાઓની સંખ્યામાં વધારો જોવા મળતો હોય છે. પોરબંદરની ચોપાટી ઉપર સવાર-સાંજ મોટી સંખ્યામાં લોકો વોકિંગ માટે જોવા મળે છે. પરંતુ છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ગગડીને ૪ સુધી આવી જતા આ કાતિલ ઠંડીના કારણે સવાર-સાંજ વોકિંગ કરનારાઓની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.