Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Junagadh
 

કોડીનારમાં મુસ્લિમ જૂથ વચ્ચે ધીંગાણું : ૧૨ ઘાયલ

 
Source: Bhaskar News, Kodinar   |   Last Updated 5:41 AM [IST](12/02/2012)
 
 
 
 
 
-પગ અડી જવા બાબતે પહેલા ઝઘડાનો બનાવ બન્યો હતો
-વધુ ઘાયલ પાંચ વ્યક્તિઓને વેરાવળ રીફર કરાયા


કોડીનારમાં આજે બે મુસ્લિમ જુથ વચ્ચે ધીંગાણું ખેલાઇ જતાં ૧૨ વ્યક્તિઓ ઘાયલ થવા પામતાં સારવારમાં ખસેડાયા હતા. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવનાં પગલે પોલીસને બોલાવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

કોડીનારમાં ઊના ઝાંપના શેખ ફળીયામાં રહેતા સરફરાજભાઇ યુસુફ નામનાં યુવાનનો મહેબુબ મછીવાળાનાં પુત્રને પગ અડી જવાનો બે માસ પહેલા બનાવ બન્યો હતો. દરમિયાન આજે સરફરાજ બુખારી મહોલ્લામાં ગયેલ ત્યારે મહેબુબ મછીવાળાનો છોકરો તેને કહેવા લાગેલ કે તું મારી સામે ઘુરાઇને શું જુએ છે. જેથી સરફરાજ ઉશ્કેરાઇ ગયેલ અને તે કેટલાક લોકોનું ટોળુ લઇ ફરી ત્યાં ધસી ગયેલ અને બંને જૂથ સામ-સામે આવી જતાં થયેલી મારામારીમાં બાર લોકોને નાની-મોટી ઇજા પહોંચતા કોડીનાર સરકારી દવાખાને ખસેડાયા હતા. જેમાં વધુ ઘાયલ પાંચ વ્યક્તિઓને વેરાવળ રીફર કરાયા હતા. આ બનાવમાં આલમ મીયા નકવીએ સરફરાજ સહિ‌ત પાંચ લોકો અને ૨૦નાં ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામા પક્ષે સરફરાજ શેખે મહેબુબભાઇ મચ્છીવાળાનાં બે પુત્ર સહિ‌ત ૧પનાં ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. આ ધીંગાણામાં ફરનામ ફાતીમા, નેનજેરા તનવીર હુસેન, સુકીના ઝહીર નકવી, સરફરાજ યુસુફ શેખ, સોહીલ આલાભાઇ શેખ, આલમમીયા નીશાર હુસેન, અયાન અબ્બાસ સકીલ અબ્બાસ, શેખ મહેંદી હસન રહેમુદીન, જુબેર સીદીક સૈયદ મહેંદી નવાજ તથા તોફીક દીલાવર નકવી ઘાયલ થયા હતા. મુસ્લિમ વિસ્તારમાં તંગદીલીનાં પગલે ઊના અને ગીરગઢડાથી વધુ પોલીસની કુમક બોલાવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.