Advertisement
Home >> Saurashtra >> Latest News >> Bhavnagar City >> Cheaking Of Controvercial Ship Finished

વિવાદાસ્પદ 'ઓરિએન્ટ નાઇસિટી’નું ચેકિંગ સંપન્ન: હવે શું થશે તેની ચિંતા

Bhaskar News, Bhavnagar | Jul 01, 2012, 03:13AM IST
 
 

'ઓરિએન્ટ નાઇસિટી’નું સરકારી વિભાગ દ્વારા ચેકિંગ : સુપ્રીમ ર્કોટ સમક્ષ રિપોર્ટ રજૂ કરાશે

વિવાદાસ્પદ જહાજ 'ઓરિએન્ટ નાઇસિટી’ આજે સવારે અલંગ એન્કરેજ પર આવી પહોંચતા સંબંધિત સરકારી વિભાગો દ્વારા તેનુ તલસ્પર્શી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ, અને આગામી દિવસોમાં જહાજ અંગેનો રિપોર્ટ સુપ્રીમ ર્કોટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

અલંગમાં ભંગાવા માટે 'ઓરિએન્ટ નાઇસિટી’ જૂનુ નામ 'એક્ઝોન વાલ્ડેઝ’ આજે સવારે ૮.૩૦ કલાકે એન્કરેજ પર આવી પહોંચતાની સાથે જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ ર્બોડ, જીએમબી, કસ્ટમ્સ, પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ ઓથોરિટી, એઇઆરબી સહિ‌તના સરકારી વિભાગો દ્વારા શિપનું વિસ્તૃત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આજની કાર્યવાહીમાં સામેલ એક અધિકારીએ નામ નહીં પ્રસિદ્ધ કરવાની શરતે જણાવ્યું હતુ કે, આ શિપમાંથી ૧૯૮૯માં ઓઇલ લીકેજ થયું હતુ પરંતુ ૨૦૦૮માં આ શિપનું રીકન્સ્ટ્રકશન હાથ ધરવામાં આવ્યુ હતુ અને ઓઇલ ટેન્કરમાંથી તેને આયર્ન ઓર કેરિયરમાં તબદીલ કરવામાં આવ્યુ હતુ, તેથી શિપમાં કોઇ વાંધાજનક બાબતો હોવાની બાબત પ્રથમદ્રષ્ટિએજ શંકાસ્પદ લાગતી હતી, છતા પર્યાવરણવાદી સંસ્થાઓ દ્વારા કાગારોળ મચાવવામાં આવતા અને સમગ્ર મામલો ર્કોટ સમક્ષ જતા તમામ વિભાગો દ્વારા ચેકિંગ કરવું આવશ્યક હતું.

માર્ચ ૧૯૮૯માં અલાસ્કાના પ્રિન્સ વિલિયમ્સ રીફમાં 'એક્ઝોન વાલ્ડેઝ’ શિપમાંથી ૧.૧૦ કરોડ ગેલેન ક્રૂડ ઓઇલ લીકેજ થઇ દરિયામાં ગરકાવ થયું હતું. આ ઘટનાને પગલે અમેરિકાએ શિપ 'એક્ઝોન વાલ્ડેઝ’ ને અલાસ્કા જળસીમામાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. આ ઘટનાને વાગોળી અને પર્યાવરણવાદી સંસ્થાઓએ ભારતીય જળસીમામાં આ જહાજના પ્રવેશ અંગે જંગ માંડયો છે.
 
 
 

Your Opinion
 
 
Code:
6 + 9

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment