Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Bhavnagar City
 

દુંદાળા દેવના દિવ્ય મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ

 
Source: Bhaskar News, Bhavnagar   |   Last Updated 1:44 AM [IST](10/09/2010)
 
 
 
 
 
ભાવનગર : તા.૧૧ સપ્ટેમ્બરને શનિવારથી ભાવનગર શહેરમાં ઠેર-ઠેર મંગલમૂર્તિ વિઘ્નહર્તા ગણેશજીના દિવ્ય મહોત્સવનો શુભારંભ થશે. તા.૧૧થી૨૨ સપ્ટેમ્બર સુધી દુંદાળા દેવની વિશિષ્ટ સાધના કરવા માટેઁ ભાવિકોમાં હર્ષોલ્લાસ પ્રવર્તી રહ્યો છે. ગણેશ ઉત્સવ દરમિયાન ચોમેર ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળના ઉપક્રમે તા. ૧૧-૯ થી તા. ૨૨ સપ્ટેમ્બર દરમિયાન ક્રેસન્ટ ચોક, સરદાર સ્મૃતિ પાસે વિઘ્નહર્તા અષ્ટ વિનાયક ગણપતિ મહોત્સવની પરંપરાગત રીતે શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવશે. તા. ૧૧મીએ સવારે ૮ કલાકે શ્રેષ્ઠી રજનીભાઈ ધીરજલાલ મહેતા પરિવારના હસ્તે શાસ્ત્રોકત રીતે ગણેશજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરાશે. રાત્રે મહાઆરતી યોજાશે.

તેમજ સેતુબંધ ઘોઘાસર્કલ મિત્ર મંડળ દ્વારા સરપટ્ટણી રોડ વોકહાર્ટ હોસ્પિટલ સામે ગણેશ ઉત્સવ ઉજવાશે. આજે શુક્રવારે રાત્રે ૯-૩૦ કલાકે અત્રે વાજતેગાજતે મૂર્તિનું સામૈયુ કરવામાં આવશે. તદ્દઉપરાંત કણબીવાડમાં નેરા યુવક મિત્ર મંડળ દ્વારા પણ ગણેશોત્સવ ઉજવાશે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 4


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.