Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Junagadh
 

તાલાલા તા. પં. કચેરી ઉપર ભાજપનું ‘હલ્લાબોલ’

 
Source: Bhaskar News, Talala   |   Last Updated 3:34 AM [IST](01/12/2011)
 
 
 
 
 
મીટિંગ સમયે તાલુકા વિકાસ અધિકારી અને મદદનીશ અધિકારી મોબાઇલ સ્વીચ ઓફ કરી ભાગી છુટ્યા

તાલાલા તાલુકા પંચાયત કચેરીમાં આજે બપોરનાં બે વાગ્યે સામાજીક ન્યાય સમિતિનાં અધ્યક્ષની વરણી માટે બોલાવાવમાં આવેલી સભાનાં સમયે તાલુકા પંચાયતનાં મુખ્ય અધિકારી ટીડીઓ અને મદદનીશ ટીડીઓ ઓફિસ છોડી મોબાઇલ સ્વીચ ઓફ કરી કચેરીમાંથી ભાગી છુટતા ગીન્નાયેલા ભાજપનાં સદસ્યોએ અધિકારીની શોધખોળ શરૂ કરેલ અને જોતજોતામાં તાલાલા તાલુકા ભાજપ સંગઠનનાં હોદેદારો અને કાર્યકરો મળી ૫૦૦ થી વધુ લોકો કચેરીનાં મેદાનમાં એકઠા થઇ જતા શાસક કોંગ્રેસ પક્ષનાં સદસ્યો અને આગેવાનો ડઘાઇ ગયા હતાં.

તાલાલા તાલુકા સેવા સદન કચેરી ખાતે સામાજીક ન્યાય સમિતિનાં અધ્યક્ષની વરણી માટે સભાનો એજન્ડા બહાર પાડી આજે બપોરે બે કલાકે સભા બોલાવવામાં આવેલ. સભા માટે ભાજપનાં સાત સદસ્યો તાલુકા પંચાયતે સભાનાં સમય પહેલા પહોંચી ગયા હતાં. તાલુકા વિકાસ અધિકારી અને બંનેનાં મદદનીશ અધિકારી ગળચર ઓફિસમાં ક્યાંય દેખાતા નહોતાં. મોબાઇલ સ્વીચ ઓફ થઇ ગયા હતાં. સભાનો સમય થયો તો પણ જવાબદાર અધિકારીઓ ન ડોકાતા રઘવાયા બનેલા ભાજપનાં સદસ્યોએ સંગઠનનાં જવાબદાર હોદેદારો અને કાર્યકરોને જાણ કરી અધિકારીઓની શોધખોળ આદરેલ. મદદનીશ ટીડીઓ ગળચર મામલતદાર ઓફિસમાં બેઠા હોવાની જાણ થતા પ્રદેશ યુવા ભાજપ કારોબારી સદસ્ય ભરત વાળા, દુદાભાઇ સોંદરવા (સદસ્ય) સહિતનાં લોકો મામલતદાર કચેરીએ પહોંચી ગયા હતાં.

ત્યાંથી મદદનીશ ટીડીઓને સાથે તાલુકા પંચાયત કચેરીએ લઇ આવેલ અને. નિયમ મુજબ સભાની કાર્યવાહી શરૂ કરાવી સામાજીક ન્યાય સમિતિનાં અધ્યક્ષની વરણીનો એજન્ડા મુજબનો મુદ્દો લેવાની આક્રમક રજૂઆત કરેલ. ત્યારે મદદનીશ ટીડીઓ ગળચરે ભાજપનાં સભ્યોને જણાવેલ કે તાલુકા વિકાસ અધિકારીની સુચના છે કે સામાજીક ન્યાય સમિતિનાં અધ્યક્ષ પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ થયેલ હોય ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૭૧ (૩) મુજબની જોગવાઇ મુજબ અધ્યક્ષનું સભ્યપદેથી દૂર કર્યા અંગેની અપીલમાં જવા માટે મુદત પૂર્ણ થતી ન હોય આજની બેઠક મુલત્વી રાખવામાં આવે છે. આવુ જણાવી મદદનીશ ટીડીઓએ ચાલતી પકડી હતી.

સત્તાનાં જોરે અધિકારીઓ ઉપર દબાણ સર્જી સભા મોકુફ રખાવવાનો કોંગ્રેસનો કીમીયો હોવાનું ભાજપનાં આગેવાનોએ રોષ પૂર્વક જણાવેલ. તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપનાં તાલુકાભરનાં આગેવાનો પૂર્વ ધારાસભ્ય ગોિંવદભાઇ પરમાર અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રીત થઇ જતા સ્થિતિ તનાવપૂર્ણ બની ગઇ હતી. પોલીસ કાફલો તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી ગયો હતો. અધિકારીઓ ઓફિસ છોડી ભાગી જતા ભાજપે બતાવેલા આક્રમક તેવરને જોઇ કોંગ્રેસનાં આગેવાનો ડઘાઇ ગયા હતા

‘જેવા સાથે તેવા’નું રાજકારણ ‘લોકચર્ચા’

તાલાલા નપામાં ભાજપનું શાસન છે. તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સત્તા સ્થાને છે. પાલિકામાં ભાજપનાં ૬ સભ્યો પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ થયા હોય અધિકારીઓ ઉપર દબાણ સર્જી ભાજપ સત્તા ટકાવતી હોવાનો કોંગ્રેસ આક્ષેપ કરે છે. તો તાલુકા પંચાયતમાં સામાજીક ન્યાય સમિતિનાં અધ્યક્ષનાં ઉમેદવાર ભાજપ પાસે હોય અને સત્તા કોંગ્રેસ પાસે હોય આજે સભા પૂર્વે મોબાઇલ બંધ કરી ભાગી છુટેલા અધિકારીઓમાં જેવા સાથે તેવાનું રાજકારણ ભાજપ - કોંગ્રેસ વચ્ચે શરૂ થયુ હોવાની લોકચર્ચા તાલાલા પંથકમાં ચાલી રહી છે.

સત્તાની સાઠમારીનો વરવો ખેલ

તાલુકા પંચાયતમાં ૧૭નાં સભ્ય બોર્ડમાં ૯ સદસ્યો કોંગ્રેસ પાસે ૮ સદસ્યો ભાજપ પાસે હોય. જેમાં ભાજપનાં પ્રતિક ઉપર ચૂંટાઇ આવેલા માધુપુર બેઠકનાં બચુભાઇએ પક્ષનાં મેન્ડેન્ટની વિરૂધ્ધ પક્ષનાં સત્તાવાર ઉમેદવારની સામે સામાજીક ન્યાય સમિતિનાં અધ્યક્ષ બનવા દાવેદારી છોડી કોંગ્રેસનાં સહકારથી અધ્યક્ષ બની ગયેલા. તે અધ્યક્ષ પક્ષાંતર ધારા હેઠળ અધ્યક્ષ અને સભ્યપદેથી સસ્પેન્ડ થતા સામાજીક ન્યાય સમિતિનાં અધ્યક્ષની ખાલી પડેલ જગ્યા ઉપર વરણી કરવા સભાનો એજન્ડા બહાર પાડેલ તેમાં સામાજીક ન્યાય સમિતિનાં અધ્યક્ષ માટેનાં દલિત ઉમેદવાર ભાજપ પાસે છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.