રાજુલા નગરપાલિકામાં ભાજપના શાસન દરમિયાન બિસ્માર રસ્તા, ડહોળુ પાણી, ભ્રષ્ટાચાર, આકરા કરવેરા, તળાવના રીનોવેશન માટે ૪૦ લાખ રૂપિયા જેવી માતબર રકમ વાપરી ન શકાઇ, છતાં પાણી માટે પાણી વિહોણા પ્રજા વગરે પ્રશ્નો અણઉકેલ છે ત્યારે રાજુલા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીમાં મહિલા ઉમેદવાર પ્રમુખ માટેની ચૂંટણીમાં ચૂંટાઇ આવતા ભાજપના હાથમાંથી સત્તા ઝુંટવાઇ ગઇ છે.
નગરપાલિકાની ચૂંટણી સમયે પ્રજાજનોએ ભાજપને વિકાસના નામે મત આપેલા પરંતુ વિકાસ કરવામાં ઉણા ઉતરેલા શાસકોથી પ્રજા પણ નારાજ થઇ છે ત્યારે ખુદ ભાજપના જ સભ્યો પણ કોંગ્રેસમાં ભળી ને સમાજવાદી પક્ષના મીનાબેન વાઘેલાને ટેકો જાહેર કરતા નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાઇ આવેલ છે.
પાલિકા પ્રમુખની ચૂંટણીમાં છેલ્લા ૧૫ દિવસથી અમરશીભાઇ ડેર કોંગ્રેસ અને ભાજપના સભ્યોનેલઇને ભુગર્ભમાં ઉતરી ગયેલ અને આમ ભાજપના હાથમાંથી નગર પાલિકાનું શાસન જતું રહેતા મોવડી મંડળ ભાજપના ત્રણ ઉમેદવાર સામે શું પગલા લેશે તેમ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.